સમસ્ત બારોટ સમાજનું ગૌરવ રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત કરેલ સ્વ.કાનજી બુટા બારોટને મોગલધામ ભગુડા ખાતે ગત રાત્રીએ પોટોત્સવમાં મોગલ એવોર્ડ સંતો મહંતોની હાજરમાં પૂજ્ય મોરારીબાપુના હસ્તે અર્પણ કરાયો હતો. પાંચ હજાર ઉપરાંત ભાવિકોનો માનવ મેહરામણ ઉમટી પડ્યો હતો.
સમસ્ત બારોટ સમાજનું ગૌરવ જે રાષ્ટ્રપતિ વેંકટરામન હસ્તે નાટ્ય અકાદમી એવોર્ડ અપાયેલ એવા સ્વ.કાનજી ભૂટા બારોટને ગત રાત્રીએ મોગલધામ ભગુડા ખાતે પૂજ્ય મોરારીબાપુના હસ્તે મોગલ એવોર્ડ થી કાનજી બાપુના દિકરા મનુભાઇ તથા ગુણુભાઇને ધુરંધર સંતો જેમાં ૧૦૦૮ મહામંડલેશ્વરો વસંતબાપુ, અખેગઢ આહીર સમાજના, ધનસુખજી જાગીર આશ્રમના ઇન્દ્રીય બાપુ, લોકસાહિત્યકાર માયાભાઇ આહીરના સ્વહસ્તે મનુભાઇ કાનજીભાઇ, ગુણુભાઇ કાનજીભાઇ બાપુને મોગલ એવોર્ડ અર્પણ વખતે પાંચ હજાર ઉપરાંત મોગલપ્રેમી જનતાનો મહાસાગર ઉમટી પડેલ જે એવોર્ડથી મોગલધામ ટ્રસ્ટને પૂજ્ય મોરારીબાપુના સમસ્ત બારોટ સમાજ વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના પ્રદેશ પ્રમુખ શંભુજી રાવ , મહામંત્રી હિતેશભાઇ બારોટ, સતીષભાઇ બારોટ, અમરૂભાઇ બારોટ, કનકબાઇ બારોટ, હિન્દુ સંસ્કૃતિના મૂળ રખેવાળ બારોટ સમાજ હોય તે પરંપરા જીવંત રાખવા જ સ્વ.કામજીભાઇ ભૂટાભાઇ ને એવોર્ડ આપી પ્રોત્સાહિત કર્યા છે.