પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ના ઈન્ચાર્જ પી આઈ રાજેન્દ્રસિંહ ચૂડાસમા તેમજ ડી સ્ટાફ નાઈટ પેટ્રોલીંગ મા હતા તે દરમિયાન ખાનગી બાતમી ના આધારે ગારીયાધાર રોડ પર આવેલ જય ઢોરાવાળી પાન હાઉસ મા કોઈ માલદેવસિહ ગોહિલ નામનો વ્યકિત ઈગલીશ દારૂ નો વેપાર કરે છે તે માહીતી મળતા ઈન્ચાર્જ પી આઈ રાજેન્દ્રસિંહ ચૂડાસમા તેમજ ડી સ્ટાફ સહિતે જય ઢોરાવાળી પાન ની દૂકાને તપાસ કરતા તેમની દૂકાન અને તેમના રહેણાંકીય મકાન પુનમ પાક ના જમણી બાજુ ના રૂમ માથી ઈગલીશ દારૂ ની બોટલ નંગ ૧૨૬ એક બોટલ ની કીમત રૂ ૪૦૦ કૂલ ૫૦૪૦૦ ના મુદ્દા માલ સાથે માલદેવસિહ કિશોરસિંહ ગોહીલ નામના શખ્સને જડપી પાડી પ્રોહીબેશન નો ગૂનો દાખલ કરી આરોપી ને લોકપ હવાલે કરાયો હતો.