ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો આજરોજ ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વોરા-બજારના નાકે આવતાં બાતમીરાહે હકીકત મળેલ કે અગાઉ ઘરફોડ ચોરીઓના ગુનામા પકડાઇ ગયેલ ઇસમ વસીમ ઉર્ફે લંઘો ચોરીનો મુદ્દામાલ વેચવા માટે શેરડીપીઠ ના ડેલામા સોની ને મુદ્દામાલ વેચવા માટે આવેલો છે જેણે શરીર ઉપર આખી બાંય નુ કોફી કલરનુ ટી-શર્ટ તથા જીન્સ નુ પેન્ટ પહેરેલ છે ઉપરોક્ત વર્ણનવાળો ઇસમ મળી આવતા મજકુરનું નામ-સરનામું પુંછતાં વસીમ ઉર્ફે લંઘો ગફારભાઇ બબ્બર લંઘા ઉવ.૨૫ રહે.અપ્સરા ટોકીજ પાછળ,મફતનગર,ભાવનગરવાળો હોવાનું જણાવેલ.મજકુર ની અંગજડતી કરતા તેના જીન્સના ખીસ્સા માથી પ્લાસ્ટીકની લાલ કલરની સોના જેવી પીળી ધાતુ ની ટીપકી લગાડેલ છે તે ચુડી નંગ-૨ , પીળી ધાતુની ફુલ ની તેમજ જી ડીઝાઇનવાળી બંગડી નંગ-૪ તથા બે મોબાઇલ મળી આવેલ.
મળી આવેલ મુદ્દામાલ સોની પાસે રૂબરૂ ખાત્રી કરાવતા જે પ્લાસ્ટીકની ચુડી પર સોનાની ટીપકી હોવાનુ જણાવેલ જેની કિ.રૂ.૬,૦૦૦/- ગણી તેમજ પીળી ધાતુ ની ચાર બંગડીઓ કિ.રૂ.૧૨,૪૦૦/- ગણી મજકુર નાં કબ્જામાં રહેલ મુદ્દામાલ બીલ કે આધાર પુરાવા માંગતાં પોતાની પાસે નહી હોવાનું જણાવતા કુલ મુદ્દામાલ કિ.રૂ.૨૪,૪૦૦/- ગણી કલમઃ-૧૦૨ મુજબ શક પડતી મિલ્કત ગણી પંચનામાની વિગતે કબ્જે કરેલ.અને મજકુર ઇસમને કલમઃ-૪૧(૧)ડી મુજબ ઘોરણસર અટકાયત કરી આગળની તપાસ માટે ગંગાજળીયા પોલીસ સ્ટેશન ને સોપી આપેલ છે. મજુકરની પછપરછ કરતા એક વર્ષ પહેલા શિહોર જાગૃતિ લેબ વાળા ખાંચામાં આવેલ કુંજ ગલ્લીમાં આવેલ એક બંઘ મકાન માંથી પોતાએ તથા શાહરૂખ ઉર્ફે બાઠીયો સલીમભાઇ શેખ રહે. ભાવનગર મોતી તળાવ ચોરી કરેલાની પણ કબુલાત આપેલો છે.જે બાબતે શિહોર પો.સ્ટે.માં ગુન્હો નોંધાયેલ છે.