ક્રિકટની રમત ભારતમાં જેટલી લોકપ્રિય છે એટલા લોકપ્રિય ક્રિકેટર પણ છે. અભિનેતાઓ અને નેતાઓની સાથે ક્રિકેટરોને પણ સોશિયલ મીડિયામાં મોટી સંખ્યામાં લોકો ફોલો કરે છે અને વિરાટ કોહલીની ફેન ફોલોઇંગનો તો જવાબ નથી. તે સોશિયલ મીડિયા પર ૧૦ કરોડ ફોલોઅર્સની સાથે નંબર વન ક્રિકેટર બની ગયો છે.
હકીકતમાં ફેસબુક, ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ ભેગા મળીને વિરાટ કોહલીના ૧૦ કરોડથી વધુ ફોલોઅર છે. તેના ફેસબુક પર ૩.૩૫ કરોડ, ટ્વીટર પર ૨.૯૫ કરોડ અને ઇન્સ્ટાગ્રામ પર આશરે ૩.૭ કરોડ લોકો ફોલો કરે છે. ક્રિકેટ વિશ્વમાં ફુટબોલ કે ટેનિસની જેમ લોકપ્રિય નથી તેમ છતાં પણ તેના આટલા ફોલોઅર હોવા મોટી વાત છે.
ટ્વીટર પર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના સૌથી વધુ ૭.૭ કરોડ ફોલોઅર છે. ત્યારબાદ ફુટબોલ ખેલાડી નેમાર જૂનિયરનો નંબર આવે છે. તેના ટ્વીટર પર ૪.૩ કરોડ ફોલોઅર છે. મહત્વનું છે કે કોહલી સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે અને તે પોતાના ફોલોઅર્સનો આભાર પણ વ્યક્ત કરે છે.
જો ફેસબુક ફોલોઅર્સની વાત કરીએ તો અહીં રોનાલ્ડોના ૧૨.૨ કરોડ ફોલોઅર છે. ત્યારબાદ મેસીના ૮.૯ કરોડ ફોલોઅર છે. ફેસબુક પર કોહલી સૌથી વધુ ઓલોઅર રાખે છે અને ત્યારબાદ સચિનનો નંબર આવે છે. સચિન તેંડુલકરને ફેસબુક પર ૨.૮ કરોડ લોકો ફોલો કરે છે. ઇન્સ્ટાગ્રામ પર પણ રોનાલ્ડોના સૌથી વધુ ફોલોઅર છે. ઇન્સ્ટાગ્રામ પર કોહલીને ૩.૩ કરોડ લોકો ફોલો કરે છે તો સચિન ૧.૪૭ કરોડ ફોલોઅર્સની સાથે ઘણો પાછળ છે. ત્યારબાદ એમએસ ધોની છે જેના ૧.૩ કરોડ ફોલોઅર છે.