ઓલપાડના એક સામાન્ય પરિવારના ૧૪ વર્ષીય દીકરાએ દેશ અને ગામનું નામ રોશન કર્યું છે. ધોરણ આઠમાં અભ્યાસ કરતાં પ્રિતિશ કુમારે ઇન્ટરનેશનલ કક્ષાએ થાઈલેન્ડ ખાતે સ્કેટિંગ સ્પર્ધામાં ૮ દેશોના ૮૦ સ્પર્ધકને પછાડી ગોલ્ડ મેડલ જીતી વતન પરત ફર્યો. વતન ફરેલા પ્રિતિશ અને તેના કોચનું ભવ્ય સમ્માન કરવામાં આવ્યું. ઓલપાડ તાલુકાના સરસ ગામના અને હાલ ઓલપાડટાઉનમાં રહેતા પટેલ પરિવારનો ૧૪ વર્ષીય પ્રિતિશ કુમાર મનોજ પટેલે સ્પોર્ટમાં નામ રોશન કર્યું છે.
શાળામાં ભણવામાં હોશિયાર સાથે સ્કેટિંગમાં ઉત્સાહ હોવાથી દીકરાનો ઉત્સાહ જોઈ માતા-પિતાએ સુરતના કોચ પાસે મોકલી ટ્રેનિંગ અપાવી.
ત્રણ મહિના સુધી સતત ઓલપાડથી ૩૦ કિલોમીટર દૂર સુરત શહેરમાં જઈ સ્કેટિંગ કરવાની યોગ્ય જગ્યા ના હોવા છતા શહેરના રસ્તા પર સતત ૧૫થી ૨૦ કિલોમીટર સ્કેટિંગ કરી યથાર્થ મહેનત કરી.
પ્રિતિશે થાઇલેન્ડમાં યોજાયેલી ઇન્ટરનેશનલ સ્કેટિંગ સ્પર્ધામાં ભાગ લીધો અને થાઈલેન્ડ ખાતે ૮ દેશોના ૮૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
સ્પર્ધા ટફ હતી છતાં ૧૪ વર્ષીય પ્રિતિશ પટેલે ૮૦ સ્પર્ધકોને પછાડી ગોલ્ડ મેડલ જીતી શાળા, સમાજ અને દેશનું સમ્માન વધાર્યું છે. ઓલપાડની મહાદેવ શાસ્ત્રી વિધ્યાલયમાં અભ્યાસ કરતા પ્રિતિશ ધોરણ આઠમાં અભ્યાસ કરે છે અને આજ શાળામાં સ્પોર્ટના શિક્ષક વિરલ ચૌહાણ શાળાના બાળકોને સ્કેટિંગની ટ્રેનિંગ આપે છે.