કરોડો પાટીદારોના આસ્થાનું કેન્દ્ર અને તિર્થસ્થાન ઉંઝામાં ભવ્યાતિભવ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. વૈશાખ સુદ પુનમના શુભ દિવસે પરંપરાગત રીતે મા કુલદેવી ઉમિયા માતાજી નગરચર્યા પર નિકળ્યા હતા. સવારે આઠ વાગે માતાજીની ભવ્ય યાત્રા નિકળી હતી. જેમાં લાખો પાટીદાર સહિત દરેક જ્ઞાતીના શ્રધ્ધાળુઓ જોડાયા હતા. મા ઉમિયાની પાલખી સાથે રાસગરબાની ટીમ, ભજન મંડળીઓ, વિવિધ ટેબ્લો આકર્ષણરુપ રહ્યા હતા.
પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીની પરંપરાગત ભવ્યાતિભવ્ય નગરયાત્રા નિકળી હતી. વૈશાખ સુદ પૂનમ ના દિવસે સવારે ઉંઝા ખાતેના મા કુળદેવી ઉમિયા માતાજીનો ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવે છે. મા કુળદેવી ઉમિયા માતાજીની ભવ્ય સવારી યાત્રા નગરચર્યા પર નિકળી હતી. મોટી સંખ્યામાં મહિલાઓની સ્કૂટર રેલી અને ધ્વજ રેલી નીકળી હતી. વિવિધ થીમના ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. લાખો પાટીદારો સહિત તમામ સમાજના શ્રધ્ધાળુઓ માતાજીની નગર યાત્રામાં જોડાયા હતા.