મંગળ ગ્રહ ઉપર સફળતાપૂર્વક આગળ વધ્યા બાદ ઇસરોની યોજના શુક્રગ્રહ અથવા તો વિનસ સુધી પહોંચવાની રહેલી છે. આના માટે ઇસરો દ્વારા પોતાની યોજના તૈયાર કરી લેવામાં આવી છે. મંગળ ગ્રહ ઉપર સફળતાપૂર્વક પોતાના અંતરિક્ષ યાનને છોડવામાં આવ્યા બાદ ઇસરોની નજર હવે અન્ય સિદ્ધિઓ હાંસલ કરવાની રહેલી છે. આમાથી એક લક્ષ્ય શુક્ર ગ્રહ સુધી પહોંચવા માટેની પણ રહેલી છે. આના માટે ૨૦૨૩ની તારીખ નક્કી કરવામાં આવી છે. શુક્ર ગ્રહ માટે જતા સ્પેશ ક્રાફ્ટમાં ૨૦થી વધુ અંતરિક્ષ ઉપકરણ જોડવામાં આવશે. ઇસરો દ્વારા આગામી ૧૦ વર્ષમાં અંતરિક્ષ માટે કેટલાક અન્ય મિશન નિર્ધારિત કરી દેવામાં આવ્યા છે. આગામી દશક અંતરિક્ષમાં ભારતની ઉપલબ્ધીઓની દ્રષ્ટિએ ખુબ મહત્વપૂર્ણ છે. ૨૦૨૦માં મિશન એક્સ્પોસેટ કોસ્મિક રેડિએશનના અભ્યાસ માટે મોકલવામાં આવશે. ૨૦૨૧માં સૂર્ય સુધી પહોંચવા માટે આદિત્ય એલ-૧, માર્સ ઓર્બિટર મિશન-૨ ૨૦૨૨માં, ૨૦૨૪માં ચંદ્રયાન-૩, ૨૦૨૮માં સોલાર સિસ્ટમના અભ્યાસ માટે ઇસરોના મિશન મોકલવામાં આવશે.
શુક્ર ગ્રહને ધરતીના ટિ્વન સિસ્ટમ તરીકે પણ ગણવામાં આવે છે. બંને ગ્રહમાં કદ, બનાવટ, ગુરુત્વાકક્ષણમાં ખુબબ સમાનતા રહેલી છે. ઇસરોના બીજા મિશનનો ઉદ્દેશ્ય જમીન અને પેટાજમીનમાં અભ્યાસ કરવાનો રહેલો છે. આની સાથે સાથે વાતાવરણમાં રાસાયણિક તથ્યોના અભ્યાસનો પણ રહેલો છે. સૌર રેડિએશન અને સૌર પવનોમાં પણ અભ્યાસ કરવામાં આવશે. આ મિશનને લઇને ઇસરોના વૈજ્ઞાનિકો ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. ઇસરોના ચેરમેન કે શિવનના કહેવા મુજબ આ મિશન માટે સમગ્ર વિશ્વથી ખુબ સારી પ્રતિક્રિયા મળી રહી છે. મિશન માટે ૨૦થી વધારે અંતરિક્ષ ઉપકરણોની યોજના છે. મિશન ચંદ્રયાન-૨ની પણ તૈયારી શરૂ કરાઈ છે.