બાળ ઉર્જા રક્ષકદળ કાર્યક્રમનો પ્રારંભ થશે

867
bvn212018-3.jpg

આજના આ ઊર્જા કટોકટીના યુગમાં દરેક માનવી ઊર્જાનું મહત્વ સમજે અને તેનો સમજણ પૂર્વક ઉપયોગ કરે તે અગત્યનું છે. ઊર્જા બચત અંગેની માહિતી વ્યક્તિને વિધાર્થીકાળ દરમ્યાન મળે તો વિધાર્થી પોતાના ઊર્જાના બચતના વિચારોની મદદથી નવસર્જન દ્વારા આગામી સમયમાં ઊર્જા કટોકટીની સમસ્યા હલ કરવામાં મદદરૂપ થઇ શકે તેવા આશયથી ગુજરાત સરકારના કલાઇમેટ ચેન્જ વિભાગ તથા ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી, ગાંધીનગર દ્વાર સંચાલિત બાળ ઊર્જા રક્ષક દળ કાર્યક્રમ ૨૦૧૭-૧૮ અંતર્ગતનું આયોજન કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા ભાવનગર જીલ્લાની વિવિધ શાળાઓમાં કરવામાં આવનાર છે.
બાળ ઊર્જા રક્ષક દળ કાર્યક્રમ અંતર્ગત કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા ભાવનગર શહેર, પાલીતાણા, શિહોર, જેસર, તળાજા, મહુવા, ઉમરાળા તાલુકાની ઉચ્ચતર પ્રાથમિક અને હાઇસ્કુલના વિધાર્થીઓ પુનઃ પ્રાપ્ય ઊર્જા, ઊર્જા બચત અને તેના લાભાલાભ વિશે માહિતી મેળવે તેવા હેતુથી પુનઃપ્રાપ્ય ઊર્જા, ઊર્જા બચત વિશે વ્યાખ્યાન, ચલચિત્ર નિદર્શન, પુનઃપ્રાપ્ય ઊર્જાસ્ત્રોતો અંગેની માહિતી આપતા ચાર્ટ અને સોલારના લાઈવ મોડેલ નિદર્શન, ઉર્જા બચત માટેના શપથ અને વિધાર્થીઓ માટે ઉર્જા ક્વીઝ વગેરે કાયક્રમો દ્વારા બાળ ઊર્જા રક્ષક દળ કર્યેક્ર્‌મને જીલ્લા ભરમાં અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.  
બાળ ઊર્જા રક્ષક દળ કાર્યક્રમ અંતર્ગત કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા અત્યાર સુધી જીલ્લાની ૨૦ થી વધારે શાળાઓના ૨૬૦૦ ઊર્જા રક્ષકો વિદ્યાર્થીઓ અને ૬૦ ઊર્જા આગેવાન શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે. આગામી દિવસોમાં જીલ્લાની બીજી શાળાઓમાં આજ કાર્યક્રમનું અમલીકરણ કરવમાં આવનાર છે.  બાળ ઊર્જા રક્ષક દળ કાર્યક્રમ યોજાયેલ પ્રત્યેક શાળાના શ્રેષ્ઠ ૫ (પાંચ) વિદ્યાર્થીઓ જીલ્લા કક્ષાના ઊર્જા ઉત્સવ – ૨૦૧૮ માં ભાગ લેશે.

Previous articleઘોઘા ખાતે ‘બેટી બચાવો’ રેલી યોજાઈ
Next articleવકીલોનો ટ્રેનિંગ સેમીનાર