કરાર પર કામ કરતા અથવા તો કોન્ટ્રાક્ટ ઉપર રહેલા કર્મચારીઓને મોટી રાહત મળે તેવો એક દુરગામી ચુકાદો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે જેના કારણે કર્મચારીઓને રાહત થશે. હાઈકોર્ટે ફિક્સ કર્મચારીઓને મોટી રાહત મળે તેવો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, એફઆઇઆર થઇ હોય તો તેના આધારે કરાર આધારિત કર્મચારીને નોકરીમાંથી બરતરફ કરી શકાય નહી એમ ગુજરાત હાઇકોર્ટે એક અતિમહત્વપૂર્ણ ચુકાદામાં ઠરાવ્યું છે. હાઇકોર્ટે રાજયના ફિક્સ કર્મચારીઓને મોટી રાહત આપતાં ચુકાદામાં ઠરાવ્યું હતું કે, કરાર આધારિત કર્મચારીને પણ કાયમી ધોરણે નિયુકત થયેલા કર્મચારીઓ જેટલું જ કાયદાનું રક્ષણ મળવાપાત્ર છે. ગુજરાત હાઈકોર્ટે કરાર આધારિત કામ કરતા કર્મચારીઓને લઈ મહત્વપૂર્ણ આદેશ કર્યો છે. હાઈકોર્ટે જણાવ્યું કે, કરાર આધારિત કર્મચારીઓને પણ કાયમી નિયુક્ત થયેલા કર્મચારીઓ જેટલું જ કાયદાનું રક્ષણ મળે. કરાર આધારિત કર્મચારીને પણ ગેરવર્તુણૂંકના આરોપ પર ખાતાકીય તપાસ વગર નોકરીમાંથી દૂર કરી શકાય નહીં. નિયમિત નિમણૂંક પામેલા કર્મચારી સામે જે રીતે પગલાં લેવાય એવા જ પગલા કરાર આધારિત કર્મચારીઓને પણ લાગુ પડે. માત્ર એફઆઇઆરના આધાર પર ખાતાકીય તપાસ પૂર્ણ કર્યા વગર કોઈપણ વ્યક્તિને નોકરીમાંથી બરતરફ કરી શકાય નહીં.
હાઇકોર્ટના આ ચુકાદાથી કરાર આધારિત કર્મચારીઓને ઘણી રાહત થશે. સરકાર કે સત્તાવાળાઓ હવે માત્ર આવા કર્મચારીઓ વિરૂધ્ધ એફઆઇઆર દાખલ થઇ હશે તો, નોકરીમાંથી તેઓની હકાલપટ્ટી કરી શકશે નહી.