આજથી પ્રારંભ થતા વૈશાખ માસના કૃષ્ણ પક્ષના પખવાડિયાના દિવસોનું પંચાંગ-વિવરણ

938

આજ તા. ૧૯-પ-ર૦૧૯ થી (સંવત ર૦૭પ શાકે ૧૯૪૧ જેન સંવન્ત રપ૪પ ગ્રીષ્મઋતુ) પ્રારંભ થતો વેશાખ માસનો કૃષ્ણ પક્ષ તા. ૦૩-૬-૦૧૯- સોમવતી અમાસને દિવસે પુર્ણ થાય છે. ઉત્તરભારત – વ્રજભુમિ તથા રાજસ્થાનમાં આવતીકાલથી પુર્ણમાન્ત જયેષ્ઠા માસ શરૂ થશે.

દિન વિશેષતાની દ્રષ્ટિએ તા. ૧૯ નારદ જયંતિ તા. રર સંકષ્ટચતુર્થી ચન્દ્રોદય ક. રર મિ. ૩ર તા. ર૩ ગોંડલ ભુવનેશ્વરી માતાનો પાટોત્સવ તા. ર૪ પારસી જરથોસ્તનો ડીસો તા. રપ ઘનિષ્ઠા નવક (પડાપંચક) પ્રારંભ તા. ર૭ મુસ્લિમ શહાદતે-હજરત અલી તા. ૩૦ અપરા એકાદશી તા. ૩૧ મુસ્લિમ જમાનુબવિદા તા. ૦૧ માસિક શિવરાત્રી તા. ૦ર- મુસ્લિમ  શબ્બે કદ તથા તા. ૦૩ના રોજ ઘનિષ્ઠાવનક (મડાપંચક) સમાપ્તિ), સોમવતી અમાવાસ્થા તથા શનૈશ્વર- જયંતિ છે.

આ પક્ષમાં વિંછુડો તા. ૧૮ થી ર૦ (ક. ર૬ મિ. ૩૯) સુધી છે. જયારે પંચક તા. રપ (ક. ર૩ મિ. ૪૪) થી તા. ૩૦ (ક. ર૩ મિ. ૪૪) સુધી છે.

હાલ લગ્નસરા પુરબહારમાં ચાલુ છે. આ પક્ષમાં તા. ૧૯-ર૧-ર૬-ર૯-૩૦ તથા ૩૧ લગ્ન માટે શુભ મુહુર્તો હોવાથી તેમાં સંખ્યાબંધ લગ્નોનું આયોજન થયેલ છે. જેનોઈ (યજ્ઞોપવિત) માટે તા. ર૧-ર૩, વાસ્તુપુજન માટે તા. ર૩, કળશ-સ્થાપન (કુંભ મુકવા) તા. ૩૦-૩૧, નાના બાળકોને વાળની બાબરી ઉતારવા માટે તા. ર૩-ર૬ તથા દીક્ષા માટે તા. ર૩ શ્રેષ્ઠ મુહુર્તો છે.

ખેતીમાં સારો પાક – સારી ઉપજ મેળવવા આ વિભાગમાં દર પંદર દિવસના અંતરે શુભ મુહુર્તો આપવામાં આવે છે.  આ પક્ષમાં હળ જોડવા માટે તા. ર૩-ર૬-ર૯-૩૦ તથા ૩૧ શુભ છે. એ જ રીતે ખાતર નાખવા – જમીનમાં ભેળવવા – રતાળુ- હળદર – તથા સુરણ વિ.ના વાવેતર કરવા માટે તા. ૧૯-ર૩-ર૬ ર૯-૩૦ તથા ૩૧ અનાજની કાપણી – લણણી- નિંદામણ માટે તા. ર૦-ર૩-ર૬ તથા ર૯, થ્રેસર, ઉપનેર દ્વારા ધાન્ય – ભુસો અલગ કરવા માટે તા. ૧૯-ર૦ તથા ૩૦ તથા માલની ખરીદી માટે તા. ૩૦ શ્રેષ્ઠ દિવસો છે. આ પક્ષમાં ધર- ખેતર- ભુમિની લેવડદેવડ માટે કે માલ વેચવા માટે સંતોષકારક મુહુર્ત નહિં   આવતા હોવાથી બેનો તો એ કાર્યો મુલત્વી રાખવા સુચન છે.

પ્રયાણ – મુસાફરી – મહત્વની મિટીંગો – ખરીદી – વેચાણ – કોર્ટ કચેરી કે દસ્તાવેજી પ્રકારના કે તેવા અન્ય રોજબરોજના નાના મોટા મહત્વના કાર્યો માટે આ પક્ષમાં તા. ૧૯-ર૩- ર૬-ર૭- ર૯ -૩૦ તથા ૩૧ શુભ ગણાય. તા. ર૦ મધ્યમ તથા તા. ર૧-રર- ર૪ – રપ- ર૮ તથા ૧-ર-૩ અશુભ છે.

ગોચરના ગ્રહોની વર્તમાન સ્થિતિ જોઈએ તો સુર્ય વૃષભ રાશિમાં મંગળ મિથુન રાશિમા, બુધ વૃષભ રાશિમાં, વક્રી ગુરૂ વૃશ્વિક રાશિમાં, શુક્ર મેષમાં વક્રી શનિ ધનમાં રાહુ મિથુનમાં તથા કેતુ ધનરાશિમાં ભ્રમણ કરે છે. ચન્દ્ર વૃશ્વિક રાશિથી વૃષભ રાશિ સુધીનું પોતાનું ભ્રમણ પુર્ણ કરશે. પખવાડિયાના અંતમાં બુધ સ્થગૃહી થાય છે. જયારે સુર્ય અન્યોન્ય થકી ઉચ્ચ બની રહેલ છે.

ખગોળ રસિકો તા. ર૦ ચંન્દ્ર- ગુરૂ તા. ર૩ ચન્દ્ર- શનિ, તા. ૦ર ચંન્દ્ર શુક્રની યુતિ રાત્રે આકાશમાં નિહાળી શકશે.

વર્તમાન ગ્રહમાનની આશિવાર અસર સંક્ષિપ્તમાં જોઈએ તો મેષ – મિથુન- સિંહ તથા તુલા રાશિ ધરાવતી વ્યક્તિઓ માટે સપ્તાહ શુભ ફળ દાયક ગણાય. તેમને માટે આ તબક્કો ઈચ્છિત સફળતા – સન્માન – ઉન્નતિ ય- આનંદ ધન લાભ કાર્ય સિદ્ધિ તથા વિજાતીય સહયોગ સુચવે છે.

ધન-કુંભ- વૃષભ તથા કર્ક રાશિ ધરાવતા વર્ગ માટે આ તબક્કો મધ્યમ (એટલે કે વધી રીતે સંમિશ્રફળદાયક) બની રહે તેમને ચિંતા ઉદ્દેગ – દ્રવ્યવ્યય – પ્રતિકુળતા – કૌટુંમ્બિક પ્રશ્નો તથા દ્વિધાનું સુચન કરે છે.

કન્યા- વૃશ્વિક – મકર તથા મીન જાતકો માટે ાતબક્કો હાનિ – દુઃખ સંઘર્ષ મનોવ્યથા – ઘર્ષણ – દ્રવ્યવ્યય- માનભંગ – કલહ – નાદુરસ્તી તથા વિના વાંકે ખોટા તહોમતનું વાતાવરણ ઉપસ્થિત કરાવે.

મુંઝવતા અંગત પ્રશ્નોનું જયોતિષની દ્રષ્ટિએ નિરાકરણ ઈચ્છતા વાંચક ભાઈ બહેનો મો.નં. ૯૮૯૮૪૦૯૭૧૧ તથા ૯૪ર૮૩૯૬૩૩૬ ઉપર ફોન કરી સમાધાન મેળવી શકશે.

Previous articleસૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં સતત બીજા દિવસેય વરસાદ જારી રહ્યો
Next articleબાબરા પંથકમાં વાતાવરણમાં પલ્ટો, મોટા દેવળીયા ગામે વીજળી પડી, સામાન્ય નુકશાન