બાબરા તાલુકા માં દિવસ ભર અસહ્ય ઉકલાટ બાદ મોડી સાંજે કમોસમી વરસાદ ના છાંટા પડ્યા હતા
જ્યારે તાલુકા ના મોટાદેવળીયા ફુલઝર ખીજડિયા કોટડા ગામે અર્ધા ઈંચ જેવો વરસાદ પડ્યા ના સમાચાર ની સાથો સાથ મોટા દેવળીયા ની પગાર કેન્દ્ર શાળા બિલ્ડીંગ ઉપર વીજળી પડતા સામાન્ય નુકસાન થયા નું ગ્રામ્ય આગેવાન નાગરાજભાઈ વાળા દ્વારા જણાવવા માં આવ્યું છે
શાળા ના ઉંચા બિલ્ડીંગ ની દીવાલ માં અવકાશી વીજળી ના કારણે તીરાડ પડી હોવાના અહેવાલ મળે છે જો કે સ્થાનિક તંત્ર માં આ બાબતે હજુ કોઈ સમાચાર નથી.