દરેક હિન્દુ સમાજના આસ્થાના કેન્દ્ર પર ભૂમાફિયાઓએ હદ કરી

652

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ૫૫૦ વર્ષ પહેલા મેંદરડા તાલુકાના સિરોડા ગામ નાગલનેશ યાત્રાધામ હજારો વર્ષ પુરાણી માતાજીની સુપ્રસિદ્ધ જગ્યા આવેલી છે. વર્ષોથી નાગલનેશ તરીકે પ્રખ્યાત છે અહીં હજારો યાત્રિકો આવતા હોવાથી અહીં મહાપ્રસાદ અને દરરોજ આરતી થાય છે. આસ્થાનું પ્રતિક એવા નાગલનેશ વર્ષો પહેલા જમીનનો વિવાદ ચાલતો હતો. હાલ ગાંધીનગર ખાતે સંસદીય સચિવની કોર્ટમાં કેસ શરૂ છે અને આ જ વિવાદિત જમીન છે તેઓ કોર્ટ દ્વારા નોટીસ બોર્ડ પણ મુકેલ છે. જે તસ્વીરમાં જણાય છે. પરંતુ આ તત્વોએ કોર્ટની એ સીટેસી કરી આ ખેદાનમેદાન તસ્વીર જણાય છે. પરંતુ અમુક તત્વો દ્વારા આ માતાજીની જમીનને કેવી રીતે હડપ કરવી તે માટે પ્રયત્નો હાથ ધરતાં તાજેતરમાં જ આ જગ્યામાં અનઅધિકૃત પ્રવેશ કરી વિપુલ કાળુ તથા મનસુખ જીવરાજભાઇ ખુટ તથા અતુલ ખુટ મળી આ જગ્યામાં આવેલા ફુલના ફુલ તેમજ વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું હતું. આ નિકંદન કાઢતી વેળાએ ઉપરોક્ત ઇસમોને ના પાડતા વિપુલ ખાટ જણાવેલ કે તમે શું કામ અમને ના પાડો છો અને પોતે ધમકી આપી હતી તુરત જ આ બંને જગ્યાના સેવકો નાથાભાઇ પરમાર સમગ્ર બનાવની જાણ માતાજીની પૂજા કરતા નનકુભાઇ કે ગોરીયાને કરતાં નનકુભાઇ ફરિયાદી થઇ આ અંગેની જાણ અને ફરિયાદ મેંદરડા પોલીસ સ્ટેશન કરતાં પીએસઆઇ જે કે બારોટ આગળની તપાસ શરૂ કરી છે. આ અંગેની વાયુવેગે ખબર નાગલનેશ માતાજીના સેવકોમાં પડતા ભારે રોષની લાગણી ઉદ્દભવી છે. આ અંગે સૌરાષ્ટ્રના સોરઠમાં મહેર સમાજ બાબરિયાવાડ પાંચાળ વિસ્તારના સેવકો દ્વારા ગુજારતના મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર દ્વારા જાણ કરતા ન્યાયી તપાસ કરવા અને અસામાજીક તત્વો સામે કડક હાથે કામ લેવા સેવકોએ બાંધણી કરી હતી  વધુમાં વન તંત્રના અધિકારીઓને પણ જાણ કરી છે. કે વન વિભાગ માટે અત્યારે વૃક્ષો વાવેતર માટે સરકાર ખાસ ઝુંબેશ શરૂ કરી છે. અને વૃક્ષોનું કટીંગ કરતા હોય તેની સામે કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે. ત્યારે શીરોડામાં આ બાગને ખૂબ મહેનત કરી વર્ષોથી વૃક્ષોનું જતન કરી અને ઉછેર કરવામાં આવ્યો છે. તેવા વૃક્ષોને કાપી નાખવામાં આવતા વનતંત્ર શું પગલાં લેશે તેવો પણ પરિપત્ર અધિકારી વીડીયોને જુનાગઢ મેંદરડા આર.એફ.ઓ. અને જુનાગઢ ડી.એફ.ઓ. વન અને વિતરણ વિભાગ કડક કાર્યવાહિ કરે તેવી પણ માંગણી અને લાગણી સેવકોમાં ઉઠવા પામી છે.

Previous articleકોન્ટ્રાક્ટરો દ્વારા વૃક્ષોને નુકશાન થશે તો કડક પગલાં લેવામાં આવશે..!!
Next articleદામનગરમાં હજારો ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અઢી લાખ નોટબુકનું વિતરણ