રાજુલાના જુનીબારપટોળી પરમહંસ સન્યાસ આશ્રમે મહંત ઉર્જા મૈયા દ્વારા આયોજીત ૫૧ કુંડી મારૂતિ મહાયાગમાં સંતો મહંતો રાજકિય આગેવાનો સાથે અમરૂભાઇ બારોટનું સન્માન હજારો ધર્મપ્રેમી જનતાએ મહાપ્રસાદનો લાભ લીધો લોકોના સુખાકારી માટે ગગનભેદી મંત્રોચ્ચાર થયા.
રાજુલા નજીક જુની બારપટોળી પરમહંસ સન્યાસ આશ્રમે મહંત ઉર્જા મૈયા દ્વારા આયોજીત ૫૧ કુંડ મારૂતિના યજ્ઞાચાર્ય કનુદાદા દ્વારા લોકોની સુખાકારી માટે ગગનભેદી મંત્રોચ્ચાર કરાયા બાબરીયાવાડથી ગુજરાતભરની ધર્મપ્રેમી જનતાએ યજ્ઞદર્શન અને સંતોના સન્માન સાથે ધર્મ સભાનો તેમજ મહાપ્રસાદનો લાભ લીધો તેમજ આહિર સમાજ અગ્રણી બાબુભાઇ જોલોધરા, કરશનભાઇ ખાખબાઇ, ભીખુભાઇ બારોટ સમાજના અગ્રણી તેમજ કાઠી ક્ષત્રિય સમાજ અગ્રણી હસુભાઇ વરૂ તેમજ પ્રેસ પ્રતિનિધિ અમરૂભાઇ બારોટને સન્માનિત કરાયા હતા. સાથે સાથે લેખક નટુભાઇ બારોટ જેતપુર દ્વારા લેખીત આહિર સમાજના ઉજળા મોતીગ્રંથનું વિમોચન કરાયું તેમજ આ પ્રસંગ ગામ આયોજીત મા ગામની તમામ જનતાએ ખુબ જહેમત ઉઠાવી માજી સરપંચ હરસુરભાઇ લાખણોત્રા તેમજ હાલના સરપંચ આતાભાઇ તથા કાઠી ક્ષત્રીય સમાજની યુવા ટીમે સેવા આપી મહાપ્રસંગને દિપાવ્યો હતો.