મહુવાના ભાદ્રોડ ગેઈટ વિસ્તારમાં પોલીસ ચોકીની સામે જિલ્લા ૩થી ૪ વર્ષથી શિયાળાની ઠંડીનો રાજા ઉકાળો કે જે શરીરના તમામ રોગોને નેસ્ત નાબુદ કરે છે તે ઉકાળાનું વિતરણ વિનામુલ્યે મુસ્લિમ ભાઈઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને અંદાજે ૧ હજારથી લઈ વધારે સંખ્યામાં આ ઉકાળાનો લાભ લોકો લઈ રહ્યા છે. તેમજ આ ઉકાળા વિતરણની સાથે જરૂરીયાત વાળા લોકો માટે જાહેરમાં એક કાઉન્ટર પણ મુકવામાં આવેલ છે. જેમાં નોટબુક, બોલપેન, બામ, ટેબલેટ, જેલ, તેમજ અન્ય કોસ્ટમેટીક આઈટમનું પણ વિતરણ વિનામુલ્યે કરવામાં આવે છે. આ બન્ને વિતરણમાં કોઈપણ જગ્યાઓથી ખોટી પાઈ પણ લેવામાં આવતી નથી કાર્યકર્તાઓને આપોઆપ દાતા તેમજ ઉદારમન વાળા આ ચીજવસ્તુોના વિતરણની વ્યવસ્થા કરી આપે છે. આ વિતરણ સવારના ૬ થી ૯ સુધી શરૂ રાખવામાં આવે છે અને લોકો આ સેવાનો લાભ બહોળી સંખ્યામાં લે છે. તેમજ આ સેવાકિય કાર્યની શહેરમાં સારી એવી સરાહના થઈ રહેલ છે અને લોકોને વધુમાં વધુ લાભ લેવા આહ્વાન આપવામાં આવે છે તો લોકોએ જરૂરીયાત મુજબ આ લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.