ગૌતમ બુદ્ધની ૨૫૮૩ મી જન્મ જયંતિ બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે આજે અખિલ ભારતીય કોેળી સમાજ ભાવનગર દ્વારા શહેરના પાનવાડી ચોક ખાતે આવેલ બુદ્ધની પ્રતિમાની વંદના કરવામાં આવી. મહાત્મા બુદ્ધે માનવીને અહિંસા, સમાનતા અને બંધુતાથી જીવવાનો માર્ગ બનાવ્યો હતો. પોતાના વિચારોથી વિશ્વને શાંતિનો સંદેશો આપનારા બુદ્ધની જન્મ જયંતિ બુદ્ધપૂર્ણિમા નિમિત્તે વંદનાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો જોડાયા હતા.