ગાંધીનગરમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર

486

કહેવાતું હરિયાળું ગાંધીનગર રાજ્યનું સૌથી હોટેસ્ટ નગર બની રહેતા દિવસ અને રાત્રીનું તાપમાન સૌથી વધારે રહ્યું હતું. નગરનું મહત્તમ તાપમાન ૪૦.૮ ડીગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૮.૬ ડીગ્રી નોંધાયું હતું.

પાટનગર હોસ્ટેસ્ટ બનતા હરિયાળા નગરની વાતો સરકારી ચોપડે જ સમિતિ બની રહી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. રાજ્યના પાટનગર ગાંધીનગર અને અમરેલીનું મહત્તમ તાપમાન એક સરખું છે. જ્યારે લઘુત્તમ તાપમાન ગાંધીનગર અને વડોદરાનું એક સમાન રહ્યું છે. જોકે પાંચેક દિવસથી ગરમીનો પારો નીચે ઉતરી રહ્યો છે. આથી નગરવાસીઓને થોડેક અંશે રાહતનો અનુભવ કરી રહ્યા છે. પરંતુ દિવસ સાથે રાત્રીનું તાપમાન પણ ૨૮ થી ૩૦ ડીગ્રીની આસપાસ રહ્યું છે.

Previous articleSTના ડ્રાઈવર, કંડક્ટરોની નોકરીની અનિયમિતતા સામે કાર્યવાહી કરાશે
Next articleવનરાજીના રક્ષણ માટેની ફેન્સિંગને પણ રક્ષણની જરૂર!