સેક્ટર-૨૧ની આ તસવીર આ તસવીરમાં દેખાતી ગંભીર બાબત આમ તો ગાંધીનગર શહેરમાં સામાન્ય બની ગઈ છે.
એક તરફ વન વિભાગ દ્વારા વનરાજીના રક્ષણ માટે ફેન્સિંગ બનાવે છે. જેને કેટલાક અસમાજક તત્વો એક યા બીજા કારણે તોડી નાખે છે.
ક્યાંક શોર્ટકટ માટે, ક્યાંક જગ્યાના ઉપયોગ માટે તો ક્યાંક મનોવિકૃતીને લઈને આ પ્રકારે ફેન્સિંગ અને થાંભલા તોડી નખાય છે. જેને પગલે વન વિભાગ જેટલીવાર ખર્ચો કરીને ફેન્સિંગ બનાવે છે અને આવા તત્વો તેટવીવાર તેને તોડી નાખે છે.
ત્યારે આવા લોકો સામે પગલાં નહીં લેવાય ત્યા સુધી આ પ્રકારની તોડફોડ બંધ નહીં થાય.