સિહોર શહેરમાં લૂંટફાટ ચોરીના બનાવો દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે જાણે કે તંત્ર વિભાગનું અસ્તિત્વજ રહ્યું ન હોઈ એ રીતે એક પછી એક ઘટના રોજબરોજ બનતી રહે છે લોકો ભોગ બનતા રહે છે તંત્ર માત્રને માત્ર તમાશો જોયા કરે છે એક સાથે બે ચિલઝડપની ઘટના બની છે જેને લઈ શહેરભરમાં ભારે ચકચાર મચી છે સિહોરના મારુતિ નગર વિસ્તારમાં રહેતા કિરણબેન જગદીશગિરી ગૉસ્વામી જેઓ આજે સવારે પોતાના ઘરે થી તેમની દેરાણી જેઠાણી સાથે પોતાના બાળકને રેલવે ફાટક પાસે આવેલ સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલ ખાતે મૂકીને પરત ફરી રહ્યા હતા તે વેળાએ રેલવે સ્ટેશન નજીક પોહચતા બાઈક પર આવેલ બે શખ્શોએ અચાનક કિરણબેનના ગળામાંથી ચેન ઝુટવીને ફરાર થયા હતા આ ઘટનાના પગલે વિસ્તારમાં ભારે હોહા અને હોબાળો થયો હતો પોલીસ અને રેલવે પોલીસને આ ઘટનાની જાણ કરાઈ હતી જયારે અન્ય એક ઘટના સિહોરના ફાટક પાછળ આવેલ ગોહિલ નગરમાં રહેતા લક્ષ્મીબેન ભગવાનભાઈ ગોહિલ જેઓના ઘરની બાજુમાં આવેલ બજરંગદાસ બાપાની મઢીએ દર્શન કરવા જઈ રહ્યા હતા તે વેળાએ બાઈક પર આવેલ બે શખસોએ લક્ષ્મીબેનના ગળામાંથી ચેન લૂંટવાની કોશિશ કરી હતી જોકે જેમાં લૂંટ કરવા આવેલ શખ્શોને સફળતા મળી ન હતી ત્યારે એક દિવસમાં બે બે ચિલ ઝડપની ઘટના બનવાથી લોકો ચિંતિત છે તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે.