ભાવનગર ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા રેલ્વે વર્કશોપ ખાતે મોકડ્રીલનું આયોજન કરાયું હતું. પણ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર સ્ટાફ દોડી જઈ પાણીનો છટકાવ કરી આગને કાબુમાં લીધી હતી.
પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા યોજાયેલ મોકડ્રીલમાં વાધ આવ્યો – વાધ આવ્યો જેવી કહેવતનો ઘાટ ઘડાયો હતો. જેમાં મોકડ્રીલની બદલે સત્ય ઘટના બની જવા પામી હતી. ડીઝાસ્ટર દ્વારા આજે બપોરના સમયે ભાવનગર પરા રેલ્વે વર્કશોપ ખાતે મોકડ્રીલ યોજી હતી. પરંતુ પવનની ગતી વધારે હોવાને કારણે વેસ્ટેજ કચરામાં આગ વધુ પ્રમાણમાં વધી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા છેવટે તંત્ર દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવાની ફરજ પડી હતી. બનાવની જાણ થતા ફાયર સ્ટાફ દોડી જઈ ૪૦ હજાર લીટર પાણીનો છંટકાવ કરી મોડી સાંજે આગને કાબુમાં લીધી હતી. આમ પ્રચલીત ગુજરાતી કહેવત વાધ આવ્યો રે વાધ કહેવત વાસ્તવીક ઠરી છે.