સૌરાષ્ટ્રમાં ઘણાં ગામોમાં લગ્ન પ્રસંગો પર સાડીઓ ખરીદવા બહેનો સુરત જાય છે. ત્યાં લગભગ ગામોમાં પરિવાર કે સંબંધિઓ રહે છે. આ સુરતની સાડીઓનું સૌરષ્ટ્રમાં સુશોભન છેલ્લા પાંચ સાત વર્ષથી થઇ રહ્યું છે. તૈયાર સાડીઓ તેમજ અન્ય પોષાકોમાં નાના મોટા ટીકા, હિરા જેવા પથ્થરના આકર્ષક ટૂકડાઓ વગેરે લગાવી રોજગારી મેળવવાનું કામ સારૂં ચાલે છે. કેટલાક આ કામ કમાણી કરવા તો કેટલાંક સમય પસાર કરવા આ ટીકા ટાંકવાનું કામ કરે છે. સોય દોરા નહિં પણ આ ટીકા કે પથ્થરો ગુંદર જેવા સ્નિગ્ધ પદાર્થોથી ચોટાડવા મોટા જથ્થામાાં સાડીઓ આવે છે. પોતાના જ ઘરે છાંયડે અને વળી ખાટલે બેઠા જ આ કામ થઇ રહ્યું છે.