ઓલ ઇન્ડીયા વાડો-કાઇ કરાટે ડા.એસોસીએશન દ્વારા બાળકો માટે સંસ્કાર સિંચન, કરાટેની વિશેષ તાલીમ તેમજ ગુજરાત સ્ટેટ વાડો-કાઇ કરાટે કાતા ચેમ્પિયનશીપનું આયોજન માઉન્ટ આબુ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાતના તમામ શહેરોમાંથી કરાટેના ખેલાડીઓએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં ભાવનગરના કરાટેના વિદ્યાર્થીઓ ભાવનગર જિલ્લા નિયામક સેનસાઇ : કમલ એચ. દવેના ઉત્તિર્ણ સ્પર્ધાત્મક તાલીમ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ વાડો-કાઇ કરાટે કાતા ચેમ્પિયનશીપમાં સમર્થગીરી ગૌસ્વામી (ગોલ્ડ મેડલ), જય પરમાર (ગોલ્ડ મેડલ), શિવમ સિંઘ (ગોલ્ડ મેડલ), હસિત ખેમકા (સિલ્વર મેડલ), યજ્ઞેશ રાવળ (સિલ્વર મેડલ), સિમરન ત્રિવેદી (સિલ્વર મેડલ) અને ક્રિશ બંસલ (બ્રોન્ઝ મેડલ) મેળવી ભાવેણા તેમજ વાડો-કાઇ કરાટે ભાવનગરનું નામ રોશન કર્યું.
ઓલ ઇન્ડીયા વાડો-કાઇ કરાટે ડા.એસોસીએશન દ્વારા ગુજરાત સ્ટેટ વાડો કાઇ કરાટે કાતા ચેમ્પિયનશીપમાં ભાવેણા તેમજ વાડો કાઇ કરાટે ભાવનગરનું નામ રોશન કર્યું તે બદલ કરાટેમાં ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓને ગુજરાતના ટેકનીકલ ડાયરેકટર શીહન અરવિંદભાઇ રાણા અને વૈદિક પરિવારના મેનેજીંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ગાંધીએ શુભેચ્છા પાઠવી હતી.