મલાઇકા સાથે સંબંધ મામલે કોઇ ટિપ્પણીની અર્જુનની ના

481

મલાઇકા સાથે લગ્નના મામલે અર્જુન કપુરે હાલમાં કોઇ પ્રતિક્રિયા આપી નથી. જેથી તેમના સંબંધોને લઇને સસ્પેન્સની સ્થિતી અકબંધ રહી છે. છેલ્લા કેટલાક સમયથી અર્જુન કપુર અને મલાઇકાના સંબંધોની ચર્ચા સમગ્ર બોલિવુડમાં જોવા મળી રહી છે. બંને મોટા ભાગે એક સાથે જ સમય ગાળે છે. જ્યાં પણ અર્જુન કપુર પહોંચે છે ત્યારે તેને મલાઇકા સાથે સંબંધ અને લગ્નને લઇને પ્રશ્નો કરવામાં આવે છે. આ સવાલ એટલા માટે થઇ રહ્યા છે કે અર્જુન અને મલાઇકા હમેંશા તમામ જગ્યાએ એક સાથે નજરે પડે છે. અથવા તો ડિનર પર બંને સાથે દેખાય છે. કેટલાક ઇવેન્ટસમાં પણ બંને સાથે દેખાઇ રહ્યા છે. અર્જુન કપુર હાલમાં ખુબ મર્યાદિત ફિલ્મમાં કામ કરી રહ્યો છે. તેની પાસે જે ફિલ્મ હાથમાં છે તેમાં ઇન્ડિયાસ મોસ્ટ વોન્ટેડનો સમાવેશ થાય છે. આ ફિલ્મના પ્રિમિયિરમાં પણ મલાઇકા અને અર્જુન કપુર એક સાથે નજરે પડ્યા હતા. જ્યારે એક પત્રકાર દ્વારા સંબંધ અને પ્રેમ સંબંધ તેમજ લગ્ન અંગે પ્રશ્ન કર્યો ત્યારે અર્જુન કપુરે કહ્યુ હતુ કે તે જ્યારે પણ કોઇ નવી વાત થશે ત્યારે સૌથી પહેલા તેમની અંગે વાત કરશે. સ્વાભાવિક છે કે અર્જુન કપુર હાલમાં મલાઇકાના સંબંધમાં કોઇ વાત કરવાના મુડમાં નથી. જો કે તે પ્રશ્નોને ટાળવામાં ભારે મુશ્કેલી અનુભવી રહ્યો છે. જ્યારે મલાઇકાને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે પ્રશ્નના જવાબમાં કહ્યુ હતુ કે મલાઇકાએ હંસીને કોઇ જવાબ આપ્યો ન હતો. અર્જુન કપુરે હાલમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે તે પોતાની પર્સનલ લાઇફ અને પ્રોફેશનલ લાઇફને લઇને ભારે ખુશ છે. જો કે તે હાલમાં લગ્ન કરવાના કોઇ મુડમાં દેખાઇ રહ્યો નથી.

ફિલ્મ ઇન્ડિયાસ મોસ્ટ વોન્ટેડની પટકથા એક સાચી કથા પર આધારિત છે. જેમાં તે અર્જુન કપુર પાંચ લોકોની ટીમ સાથે મળીને જાન હથેળી પર લઇને ઇન્ડિયાના મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદીને પકડી પાડવા માટેના પ્રયાસમાં લાગેલો હોય છે. આ ફિલ્મ હવે ૨૪મીએ રજૂ કરાશે

Previous articleઆલિયા અભિનિત સડક-૨ ફિલ્મનુ શુટિંગ અંતે શરૂ થયુ
Next articleબ્રાન્ડ એમ્બેસેડર કાર્તિક આર્યને બેંગલુરુમાં હૈમલ સ્ટોરની શરૂઆત કરી!