લોકસભાની ચૂંટણીના પરિણામ ૨૩મી મેના દિવસે જારી કરવામાં આવનાર છે. મોટા ભાગના એક્ઝિટ પોલમાં મોદીને શાનદાર જીત દર્શાવવામા ંઆવી રહી છે. જો એક્ઝિ પોલ મુજબ પરિણામ આવશે તો દેશની રાજકીય સ્થિતી પર તેની અસર થશે. એક્ઝિટ પોલમાં સંકેત મળી રહ્યા છે કે આ વખતે મોદી વધારે મજબુત નેતા તરીકે ઉભરી રહ્યા છે. તેમની સામે વિપક્ષના કોઇ નેતા ઉભા રહેવાની સ્થિતીમાં નથી. આવી સ્થિતીમાં જો એક્ઝિટ પોલના તારણ મુજબ પરિણામ રહેશે તો મોદીનુ પ્રભુત્વ વધારે વધશે. આગામી પાંચ વર્ષમાં મોદી વધારે શક્તિશાળી બની શકે છે. તેમની મજબુત લીડરશીપને કોઇ નેતા પડકાર ફેંકવાની સ્થિતીમાં નથી. આ ચૂંટણીમાં રાષ્ટ્રવાદે વિરોધ પક્ષોની હાલત કફોડી બનાવી દીધી છે. જે રીતે પુલવામા ખાતે સીઆરપીેફના કાફલા પર ત્રાસવાદીઓએ હુમલો કર્યો અને તેના બાદ સરકાર દ્વારા પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદી અડ્ડા પર હવાઇ હુમલા કર્યા તે જોતા સરકાર પ્રત્યે લોકોનો વિશ્વાસ વધારે મજબુત બની ગયો હતો. જો કે ંમોદી સરકારની યોજનાઓનો પણ કેટલીક જગ્યાએ અસર થઇ છે. રાહુલ અને પ્રિયંકા પર પણ પ્રશ્નો ઉઠી શકે છે. જો પરિણામ તારણ મુજબ રહેશે તો રાહુલ અને પ્રિયંકાની નેતાગીરી પર અસર થશે. પ્રિયંકા ગાંધી હાલમાં રાજનીતિમાં સક્રિય થઇ ગયા છે. આવી સ્થિતીમાં એવુ પણ માનવામાં આવશે કે પ્રિયંકાની એન્ટ્રી પણ રાજનીતિમાં યોગ્ય રીતે થઇ નથી. સ્વાભાવિક રીતે જ આ સ્થિતીમાં કોંગ્રેસ પાર્ટીની સ્થિતી નબળી બની શકે છે. આ વખતે વિપક્ષી એકતાના કોઇ દર્શન થયા ન હતા. વિપક્ષમાં વિભાજનની સ્થિતી જોવા મળી હતી. કર્ણાટકમાં પણ ભારતીય જનતા પાર્ટી જોરદાર દેખાવ કરવાની દિશામાં આગળ વધી રહી છે. એક્ઝિટ પોલ બાદ જો પરિણામ ગઠબંધનની અપેક્ષા મનુજબ નહીં રહે તો તેની ખરાબ થશે . કેટલાક સાથી પક્ષો છેડો ફાડી શકે છે. અમિત શાહની સ્થિતી વધારે મજબુત થશે. તેમની રણનિતી ખુબ જ અસરકારક સાબિત થઇ રહી છે. એનડીએના સાથી પક્ષોની સંખ્યામાં વધારો થઇ શકે છે.