લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાનના બીજા જ દિવસે ઓઇલ કંપનીઓએ ડીઝલ અને પેટ્રોલના ભાવ વધારી દીધાં છે. દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલ ૯ પૈસા જ્યારે કોલકત્તામાં ૮ પૈસા મોંઘું થયું. આવી જ રીતે ચેન્નઇમાં પેટ્રોલનો ભાવ ૧૦ પૈસા પ્રતિ લીટર થયું છે. જ્યારે ડીઝલના ભાવ દિલ્હી અને કોલકત્તામાં ૧૫ પૈસા અને મુંબઇ ચેન્નઇમાં ૧૬ પૈસા પ્રતિ લીટર થયું છે.
આ સાથે જ દિલ્હી, કોલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ વધીને ક્રમશઃ રૂ. ૭૧.૧૨, રૂ. ૭૩.૧૯, રૂ. ૭૬.૭૩ અને ૭૩.૮૨ પ્રતિ લીટર થયો છે. તેમજ ડીઝલના ભાવ પણ ક્રમશઃ રૂ. ૬૬.૧૧, રૂ. ૬૭.૮૬, રૂ. ૬૯.૨૭ અને રૂ. ૬૯.૮૮ થયાં છે.
જાણકારોનું કહેવું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલમાં આવેલી તેજીના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં હાલ કોઇ રાહત મળવાની કોઇ શક્યતા નથી. આગામી દિવસોમાં તેલના ભાવોમાં ૨ થી ૩ રૂપિયા પ્રતિ લીટરનો વધારો થઇ શકે છે.