વિજાપુર ગામેથી ૩ વર્ષ પહેલાં સ્કૂટર ચોરનાર શખસ ઝડપાયો

550

ત્રણ વર્ષ અગાઉ વીજાપુરમાંથી ચોરેલા સ્કુટર સાથે શખસને માણસા રિદ્રોલ રોડ ઉપરથી ઝડપી પાડ્‌યો હતો. ચોરીના સ્કુટર ઉપર નિકળેલા શખસને પોલીસે ઝડપીને સ્કુટર સહિતના મુદ્દામાલને જપ્ત લઇને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન ચોરીના બનાવો દરેક જિલ્લાઓમાં બની રહ્યા છે. વાહન ચોરી કરતી ગેન્ગ દ્વારા ચોરેલા વાહનોને અન્ય જિલ્લાઓમાં વેચી દેવા કે અન્ય જિલ્લામાં ચોરેલા વાહન લઇને ફરતા હોય છે. આથી ચોરીના વાહનોને ભેદ વણઉકેલ્યા રહેતા હોય છે.

ત્રણ વર્ષ અગાઉ મહેસાણા જિલ્લાના વિજાપુર શહેરમાંથી સ્કુટર ચોરીને શખસ ગાંધીનગર જિલ્લામાં ફરતો હતો. ચોરેલું સ્કુટર લઇને શખસ માણસા થી રિદ્રોલ માર્ગ ઉપર જતો હતો તે દરમિયાન પટેલવાડીની બાજુમાં વાહન ચેકિંગ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઇ ગયો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચે સ્કુટર લઇને જતા શખસને ઉભો રાખીને સ્કુટરના ડોક્યુમેન્ટ માંગતા યોગ્ય જવાબ આપી શક્યો ન હતો. આથી પોલીસે તેની સઘન પુછપરછ કરતા સ્કુટર તેણે ત્રણ વર્ષ અગાઉ વીજાપુરમાંથી ચોરી કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

ચોરીના સ્કુટરની સાથે ઝડપાયેલો શખસ જીતેન્દ્રસિંહ તખુજી વાઘેલા રહે.ખોરજ ડાભી મનહરનગર, તાલુકો કલોલ, જી.ગાંધીનગરનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

Previous articleએરપોર્ટ પર દુબઈથી સોનુ છુપાવી લાવતા યુવક ઝડપાયો
Next articleબ્રહ્મસમાજ ભવન ખાતે હેપ્પી રક્તદાન શિબિર યોજાઈ