PSI દેવેન્દ્રસિંહ રાઠોડના આપઘાત મામલે ન્યાયની માંગણી સાથે તેમના પત્ની ડિમ્પલ રાઠોડે આપઘાત કરવાની ચીમકી આપી હતી. આ કેસમાં પોલીસની સમજાવટ બાદ દેવેન્દ્રસિંહ રાઠોડની પત્નીએ આત્મ વિલોપનની ચીમકી મોકૂફ રાખી છે અને ક્રાઈમ બ્રાન્ચે ડિમ્પલ બાને તપાસનું આશ્વાસન આપ્યું છે.
દેવેન્દ્રસિંહ રાઠોડની પત્ની ડિમ્પલ બાએ જણાવ્યું કે, હું મારા પતિના ન્યાય માટે લડું છું, પરંતુ કેમ મારા અને મારા ઘરની આગળ એક આતંકી જેવો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શું દેવેન્દ્રસિંહે આત્મહત્યા લખેલી સ્યુસાઇડ નોટમાં મારા નામનો ઉલ્લેખ કર્યો હોત તો પોલીસે મારી ધરપકડ ના કરી હોત.
અઠવાડિયા પહેલા ડિમ્પલ રાઠોડે આ મામલે ન્યાયની માંગણી સાથે ચીમકી ઉચ્ચારી હતી કે ન્યાય નહીં મળે તો સચિવાયલ ખાતે જઈને આપઘાત કરી લેશે. ડિમ્પલ રાઠોડની ચીમકીના પગલે તેના ઘરે મહિલા પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ પીએસઆઈની પત્નીએ મીડિયા સામે આવીને પોતાનું નિવેદન આપ્યું હતું.
પીએસઆઇ દેવેન્દ્ર રાઠોડ આપઘાત મામલે આજે પીએસ આઇની પત્ની ડિમ્પલ બાએ આત્મ વિલોપનની ચીમકી મોકૂફ રાખી છે. સોલા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની સમજાવટ બાદ ડિમ્પલ બા આખરે સમજ્યા હતા, અને મામલો થાળે પડ્યો હતો. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ડિમ્પલ બાને તપાસનો દિલાસો આપીને યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવ્યું છે.
ક્રાઇમ બ્રાન્ચ અને સોલા પોલીસની સમજાવટ બાદ ડિમ્પલ બા હવે ગુજરાતના એક મંત્રીને એક આવેદનપત્ર આપશે. તેમણે આજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું મારા પતિના ન્યાય માટે લડું છું, પરંતુ અહીં સચિવાલય ખાતે મારી માટે ટેરરિસ્ટ જેવું બંદોબસ્ત રાખવામાં આવ્યું છે. જો સુસાઇડ નોટમાં મારુ નામ હોત તો મારી પૂછપરછ કે ધરપકડ ના થઇ હોત.
તેમને પોલીસ તંત્ર પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, શા માટે પોલીસનું નિવદન નથી લેવાતું? શા માટે હજુ સુધી જવાબદાર પોલીસની પૂછપરછ નથી થઇ? શા માટે કોઈ પગલાં નથી ભરવામાં આવતા કે પછી સરકાર કોઇને બચવાનો પ્રયાસ કરી રહી છે? આ અધિકારી માથાભારે છે એટલે હું ગૃહમંત્રીને રજુઆત કરવા જઈ રહી છું. તેમ છતાં જો મને યોગ્ય ન્યાય નહીં મળે તો ૧૫ દિવસમાં આગળ પગલાં ભરીશ.