રાજ્યમાં ફરી ગરમીનું પ્રમાણ વધ્યું

588

ગરમીના પ્રમાણમાં ફરી એકવાર વધારો થયો છે. આજે અમદાવાદમાં પણ પારો ૪૨થી પણ ઉપર પહોંચી ગયો હતો. જેથી બપોરના ગાળામાં લોકો ત્રીવ્ર ગરમીનો અનુભવ કર્યો છે. આજે ગુજરાતના જે ભાગોમાં પારો ૪૨થી ઉપર રહ્યો હતો તેમાં કંડલા એરપોર્ટ ખાતે ૪૨.૧, અમરેલીમાં ૪૨, ગાંધીનગરમાં ૪૨.૨ અને અમદાવાદમાં ૪૨.૨ સુધી પારો રહ્યો હતો. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, અગામી બે-ત્રણ દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ અકબંધ રહેશે. આનો મતલબ એ થયો કે, ગરમીના પ્રમાણમાં વધુ વધારો થશે નહીં. પરંતુ રાહત પણ મળશે નહીં. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની આગાહી અકબંધ રાખવામાં આવી છે. હળવો વરસાદી ઝાપટા પડવાની વકી રહેલી છે. જોકે, અમરેલીમાં પારો આજે ૪૨ સુધી પહોંચી ગયો હતો. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલ મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સુધી રહી શકે છે.  આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થયાની શક્યતા નહીંવત દેખાઈ રહી છે. કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જોઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું  ટાળવું જોઈએ. હવામાન વિભાગના કહેવા મુજબ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં હાલમાં કોઈ વધારે ફેરફારની સ્થિતિ જોવા મળશે નહીં.  છેલ્લા કેટલાક દિવસથી હવામાનમાં આવેલા પલટાના કારણે કમોસમી વરસાદ થયો હતો. કમોસમી વરસાદના કારણે પાકને પણ નુકસાન થયું છે.  છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હાલમાં હવામાનમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો. રાજકોટના ગોંડલમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. કેટલાક અન્ય વિસ્તારમાં પણ કરા સાથે વરસાદ થયો હતો. હવામાનમાં એકાએક પલટો આવતા ધુળ ભરેલ આંધી પણ ચાલ હતી. જોકે, ગુજરાતમાં કેટલાક ભાગોમાં પારો ફરી વધી ગયો હતો. હાલ ગરમીથી વધુ રાહત મળે તેવા કોઈ પણ પ્રકારના સંકેત દેખાતા નથી.

Previous articleધો.-૧૦નું આજે પરિણામ : વિદ્યાર્થીઓ ઉત્સુક
Next articleમીતીયાળા ગામનાં વ્યક્તિનાં ખાતામાંથી ૮૦ હજાર ઉપડી ગયાની પોલીસ ફરિયાદ