રાજુલા ભેરાઇ રોડ પર સિદ્ધિ વિનાયક મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ફરી એકવાર સાગરભાઇ સરવૈયા દ્વારા માનવ જીંદગી બચાવવા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. ૩૯ યુનિટ બ્લડ એકત્રીત કરવા શહેરના વેપારી, ડોકટરો, ગામ આગેવાનો હોંશે હોંશે જોડાયા હતા.
રાજુલાના ભેરાઇ રોડ પર સિદ્ધિ વિનાયક મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રાજુલાના સાગરભાઇ સરવૈયા દ્વારા બહુ મૂલ્યવાન માનવ જીંદગીને એક લોહીના બુંદ પણ જરૂર હોય છે. એ બાબતે એડવોકેટ ભરતભાઇ શિયાળ, સાગરભાઇ, સહિતના શહેરના વેપારીઓ, ડોકટરો, પ્રતિષ્ઠિત નાગરિકો, વકિલો સહિત આ બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ ૩૯ યુનિટ બ્લડ એકત્રીત કરી માનવ જીંદગી બચાવવા બ્લડ સ્ટોરેજ ખાતે મોકલી અપાયું હતું.