જ્ઞાતિ બહાર મુકી સામાજીક બહિષ્કાર કરનાર ૨૪ આગેવાનોની ધરપકડ

685

જાફરાબાદ ખારવા સમાજના નિર્દોષ માણસોને જ્ઞાતિ બહાર મુકી સામાજીક બહિષ્કાર કરનાર તેમની જ જ્ઞાતિના બની બેસેલ પટેલો તથા તેના મળતીયા આગેવાનો સહિત ચોવીસ આરોપીઓની જાફરાબાદ પોલીસે ધરપકડ કરી લીધી હતી.

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે નિર્દોષ માણસોને યેન કેન પ્રકારે દબાવી આર્થિક લાભ મેળવવા અને તાબે ન થાય તેવા માણસોને જ્ઞાતિની બહાર મુકી સામાજીક બહિષ્કાર કરી ત્રાસ દાયક પ્રવૃતિ કરતાં જ્ઞાતિના બની બેસેલ આગેવાનોનો ભોગ બનનાર આમ જનતાને ન્યાય મળી રહે અને આરોપીઓને કાયદાનું ભાન થાય તે માટે આવા જ્ઞાતિના કહેવાતા આગેવાનો વિરૂદ્ધ કાયદેેસર કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસ તંત્રને જરૂરી સૂચનાઓ આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા માર્ગદર્શન તળે જાફરાબાદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ. વાય.પી.ગોહિલ તથા પોસઇ જી.પી.જાડેજા તથા પોલીસ ટીમે મરીન પો.સ્ટે.ના ગુન્હાના કામેના ચોવીસ આરોપીઓ વિરૂદ્ધ ધોરણસર કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવેલ છે.

જાફરાબાદ ખારવા સમાજના માણસોને જ્ઞાતિના પટેલો તથા તેના મળતીયાઓ આગેવાનોએ એક સંપ કરી ખારવા સમાજના શંકરભાઇ ભીખાજીભાઇ બારૈયા તથા બાબુભાઇ કાનાભાઇ ભાલીયા રહે. જાફરાબાદ વાળાઓને જ્ઞાતિ બહાર મુકી સામાજીક બહિષ્કાર કરેલ જે અંગે ગુજરાત હાઇકોર્ટ જજ સોનીયાબેન ગોકાણીએ આ કામના ફરીયાદીની અરજ સાંભળી તેઓની ફરીયાદ બાબતે અમરેલી પોલીસ અધિક્ષક નિર્લીપ્ત રાયને આ બાબતે તપાસ કરવા હુકમ કરતા કેસની વિગતોનો જીણવટ ભરી રીતે અભ્યાસ કરી ફરીયાદી બાબુભાઇ કાનાભાઇ ભાલીયા  રહે.જાફરાબાદ વાળાની તેઓના ખારવા જ્ઞાતિના આગેવાન (પટેલ) વિરૂદ્ધ બળજબરીથી પૈસા કઢાવવા તેમજ પૈસા ન આપે તો જ્ઞાતિ બહાર મુકી દેવાની ધમકી આપવા અંગે ફરિયાદત નોંધી આરોપીઓ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહિ કરવા હુકમ કરેલ જે સંદર્ભે પોલીસે ૨૪ શખ્સોની ધરપકડ કરી હતી.

પકડાયેલા ૨૪ આરોપીઓ

નારણભાઇ કલ્યાણભાઇ બાંભણીયા (ઉ.વ.૬૦), નરેશભાઇ રાજાભાઇ બારૈયા (ઉ.વ.૫૨), રામજીભાઇ કાનાભાઇ બારૈયા (ઉ.વ.૬૧), જીતનભાઇ ગભાભાઇ સોલંકી(ઉ.વ.૪૯), ઉકાભાઇ ભીખાભાઇ સોલંકી (ઉ.વ.૬૦), રાજેશભાઇ છનાભાઇ બૈરાયા (ઉ.વ.૪૪), રામજીભાઇ રાણાભાઇ બાંભણિયા (ઉ.વ.૫૪), માલાભાઇ કાનાભાઇ વંશ (ઉ.વ.૫૦), વિષ્ણુભાઇ સોમાભાઇ ભાલીયા (ઉ.વ.૩૫), ભગુભાઇ રાણાભાઇ સોલંકી (ઉ.વ.૪૩), વશરામભાઇ કાદુભાઇ સોલંકી (ઉ.વ.૭૧), બચુભાઇ રામાભાઇ બારૈયા (ઉ.વ.૬૧), તુલસીભાઇ જીવાભાઇ બાંભણીયા (ઉ.વ.૩૫), રજનીકાંતભાઇ રામજીભાઇ બારૈયા (ઉ.વ.૩૫), કમલેશભાઇ નારણભાઇ બાંભણીયા (ઉ.વ.૩૬), જીજ્ઞેશભાઇ ભગવાનજીભાઇ બારૈયા (ઉ.વ.૩૫), ભગુભાઇ હરજીભાઇ બારૈયા (ઉ.વ.૩૧), હરેશભાઇ ધીરૂભાઇ બારૈયા (ઉ.વ.૩૪), રત્નાભાઇ ઢીસાભાઇ બારૈયા (ઉ.વ.૫૮), ધનસુખભાઇ લાલાભાઇ સોલંકી (ઉ.વ.૩૦), ગીરીશભાઇ બાબુભાઇ ભાલીયા (ઉ.વ.૩૬), શંકરભાઇ રત્નાભાઇ બારૈયા (ઉ.વ.૫૬), તુલસીભાઇ ભગુભાઇ બાંભણીયા (ઉ.વ.૩૪), શંકરભાઇ બાવભાઇ બારૈયા (ઉ.વ.૪૦) રહે. તમામ જાફરાબાદ, પીપળીકાંઠા વાળાઓને અટક કરતી તેમના વિરૂદ્ધ ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Previous articleસિદ્ધિ વિનાયક મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Next articleઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા સંદર્ભે શામળદાસ કોલેજ ખાતે સેમિનાર