બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાર ગરમીમાં પીવાના પાણીની ગંભીર પરિસ્થિતી ઉભી થઈ છે.રાણપુર શહેરના લોકોને પીવાનું પાણી પરતા પ્રમાણમાં મળી રહે તે માટે બોટાદ જીલ્લા વિકાસ અધિકારી આશિષકુમાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે રાણપુર શહેરના ગેરકાયદેસર નળ કનેક્શન અને ઔદ્યોગિક એકમોના નળ કનેક્શન કાપી નાખવામાં આવે.ત્યારે રાણપુર ગ્રામ પંચાયત દ્વારા ૧૫૦૦ કરતા વધુ લોકોને રોજીરોટી આપતી વિશ્વની પ્રખ્યાત ટેક્ષ્પીન બેરીંગ ઈન્ડસ્ટ્રીઝ નું નળ કનેક્શન કાપી નાખતા વિવાદ સર્જાયો છે.જ્યારે ટેક્ષ્પીન બેરીંગ કંપનીના માલીકે આક્ષેપ લગાવ્યો છે કે ટેક્ષ્પીન કંપનીને સોફટ ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે. રાણપુરની હાલ વસ્તી આશરે ૨૫૦૦૦ આસપાસ છે અબોલ પશુઓની સંખ્યા ૧૫૦૦૦ આસપાસ છે ઉનાળાની શરૂઆત થી જ પીવાના પાણીની ગંભીર સમસ્યા નો સામનો રાણપુર શહેરના લોકો કરી રહ્યા છે.રાણપુરને પીવાના પાણી પુરૂ પાડતા કુવાના તળ નીચે ઉતરી ગયા છે.જ્યારે સુખભાદર ડેમની આવતું પાણી પુરતા પ્રમાણમાં નહી મળતા રાણપુરમાં ૧૦ થી ૧૨ દિવસે પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.જેથી લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે.પાણીની ભયંકર સમસ્યાને ધ્યાનમાં લઈને બોટાદ જીલ્લા વિકાસ અધિકારી આશિષકુમાર દ્વારા ઔદ્યોગિક એકમો અને શહેરના ગેરકાયદેસર નળ કનેક્શનો દુર કરવાની સુચના આપી હતી.રાણપુય ગ્રામ પંચાયત દ્વારા તમામ વિસ્તારો સહીત સોસાયટીઓમાં સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને લોકોમાં જાગૃતી લાવી પાણી વેડફાઈ નહી તે માટે આ કામગીરી કરવામાં આવી રહી છે.જે જે જગ્યાએ નળ વગર પાણીનો બગાડ થતો હતો ત્યા ડટ્ટીઓ લગાવી પાણી બગાડ બંધ કરવાની કડક સુચના આપવામાં આવી રહી છે.જ્યારે ઔદ્યોગિક એકમમાં ટેક્ષ્પીન બેરીંગ ઈન્ડસ્ટ્રીઝનું નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યુ હતુ.ત્યારે પોતાની એક જ ઈન્ડસ્ટ્રીઝનું કનેક્શન કપાતા ઈન્ડસ્ટ્રીઝના માલીકે પંચાયતની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.
વર્ષે ૩૬ કરોડનો ટેક્ષ ભરવા છતા કંપનીનું કનેકશન કટ્ટ કરતા રોષ
આ બાબતે ટેક્ષ્પીન બેરીંગના માલીક સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે ઔદ્યોગિક એકમોનું નળ કનેક્શન દુર કરવાનું સુચન હતુ પરંતુ અમારી એક જ ઈન્ડસ્ટ્રીઝનું કનેક્શન કાપવામાં આવ્યુ છે.અમે ૧૬૫૦ થી વધારે લોકોને રોજગારી આપીએ છીએ.૧૮ લાખનો વ્યવસાય વેરો.૬ લાખનો હાઉસ ટેક્ષ ગ્રામ પંચાયતમાં ભરીએ છીએ.વર્ષે ૩૬ કરોડ જેટલો ટેક્ષ સરકારમાં ભરીએ છીએ છતા અમને પીવા માટે પાણી પણ ના મળે તે વાત કેટલી હદે યોગ્ય કહેવાય આટલો મોટો વ્યવસાય વેરો અને હાઉસ ટેક્ષ ભરતા હોઈ અને આવા ભર ઉનાળે ૧૬૫૦ કરતા વધુ કામદારોને પીવા માટે પાણી તો જોઈએ ને છતા અમારી કંપનીનું નળ કનેક્શન કાપવામાં આવ્યુ છે ટેક્ષ્પીન બેરીંગ ઈન્ડસ્ટ્રીઝને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવી છે.