ભાવનગર  મહાપાલિકાના દ્વારેથી

1643

સોલીડ વેસ્ટ મુદ્દે કમિશ્નરની હાજરીમાં મળી ગયેલી વેપારીઓની ખાસ બેઠક

ભાવનગર શહેરી વિસ્તારમાં ભેગો થતો કચરો ભીનો કચરો, કોરો કચરો વિગેરે સ્વચ્છતા મુદ્દે શહેરના વેપારીઓ દુકાનદારોની એક મહત્વ પૂર્ણ બેઠક કમિશ્નર ગાંધીની હાજરીમાં યોજાય હતી. આ બેઠકમાં સોલીડ વેસ્ટ વિભાગના આમંત્રણથી આવેલા વેપારીઓએ ગંદા કચરા અને યુઝર્સ ચાર્જ મુદ્દે કેટલીક વિગતે રજુઆતો કરી હતી. બેઠકમાં મોટી સંખ્યામાં વેપારીઓ હાજર હતા.

શિશુવિહાર વિસ્તારમાં પાણી પૂરવઠો અનિયમિત રીતે મળે છે

ભાવનગર શહેરના શિશુવિહાર, જમનાકુંડ વિસ્તારમાં પાણી પૂરવઠો અનિયમિત સમયસર ન મળતા હોવાની લોક ફરિયાદો જાગી છે. રમઝાનના તહેવાર નિમિત્તે આ લત્તામાં સમયસર નિયમિત પાણી પૂરવઠો મળતો થાય તેવી રજુઆતો થવા પામી છે. આ લત્તામાં ઘણી વખત રાતના ૧૧ વાગ્યા પછી પાણી દેવાય છે. આમ મધરાતે પાણી દેવાના મુદ્દે લત્તામાં પાણીની પરેશાની ઉભી થઇ રહી છે. લોકોને સમયસર પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવી વ્યાપક લોક માંગણી થઇ રહી છે.

ડ્રેનેજ ચેરમેન કહે છે કે શહેરમાંથી ૨૦ જેટલી ડ્રેનેજ ઉભરાવવાની ફરિયાદો મળે છે

શહેરના વાઘાવાડી રોડ વિસ્તારમાં ડ્રેનેજ લાઇન ઉભરાવાની ડ્રેનેજ કમીટી ચેરમેન મકવાણા સમક્ષ ફરિયાદ થવા પામી છે. તંત્રમાં ડ્રેનેજ લાઇન ઉભરાય છે. તેનું મેનહોલ મળતું ન હોવાનો જવાબ મળે છે. કમીટી ચેરમેન કહે છે કે શહેરમાંથી ઓછામાં ઓછી ૨૦ જેટલી ફરિયાદો ડ્રેનેજો ઉભરાવવાની મળે છે. તંત્ર દ્વારા ઝડપી લોકોની ફરિયાદો હલ કરવા તાકિદ કરાય છે.

સેવાસદનમાં પોણો ડઝન સેવકો સેવા સદનમાં આવતા થયા છે…

લોકસભાની ચૂંટણી પછી હવે ધીમે ધીમે નગર સેવકો સેવા સદને આવતા થયા છે. આજે પર સેવકોમાંથી પોણો ડઝન સેવકો જોવા મળેલ જે અનિયમિત બની ગયા હતા. આજે ભાજપના નેતા પરેશ પંડ્યા, ટાઉન કમીટી ચેરમેન કિશોર ગુરૂમુખાણી, બાંધકામ કમીટી ચેરપર્સન ઉર્મિલાબેન ભાલ, કારો.સભ્ય રાજુ પંડ્યા, કારો.ચેરમેન રાજુ રાબડીયા, હરેશ મકવાણા વિગેરેનો સમાવેશ થતો હતો. તેમાં ખાસ કરીને વડવા-અ વોર્ડના બે સેવકોએ લોકોના પડતર પેન્ડીંગ પત્રો લખવાની શરૂઆત કરી છે. સેવાસદનમાં હજી આચાર સંહિતાની વાત કરી પૂરતા સેવકો સેવાસદને ડોકાતા નથી.

સેવાસદન વિગેરેમાં હાજરી પૂરવા ફેઇસ અને થમ્બ ૨૪ મશીનો કાર્યરત છે

ભાવનગર મહાપાલિકામાં કર્મચારીઓ ફરજ પર નિયમિત આવતા રહે તે માટે સેવાસદન, બે ઝોનલ ઓફીસો, ફાયર બ્રિગેડ અને વાહન ગેરેજમાં મળીને કુલ ૨૪ ફેઇસ અને થમ્બ મશીનો આવેલા છે. આવા મશીનો વધુ મુકવાની તજવીજ ચાલુ હોવાનું કહેવાઇ રહ્યું છે.

મહાનગર સેવા સદનમાં ઓછામાં ઓછા ૯૦ સીસી કેમેરા મુકાયા છે

ભાવનગર મહાપાલિકા બીલ્ડીંગ અન્ય વિભાગો ઝોનલ સહિતમાં સેવા સદન દ્વારા ઓછામાં ઓછા ૯૦ જેટલા સીસી કેમેરા ફીટ કરવામાં આવેલા છે. આવા સીસી કેમેરા વડે ઓફીસ કર્મચારીઓની અને નાગરિકોની અવર જવરની વિગતો જોવાય રહી છે. વધુ સીસી કેમેરાની જરૂર જણાય ત્યાં નાખવા તજવીજ થઇ રહી છે.

સેવાસદનમાં પાંચ ગામો ભળ્યા પણ રેકર્ડ સેવાસદનને પુરૂં મળ્યું નથી

ભાવનગર મહાપાલિકામાં પાંચેક ગામો ભળ્યા જેમાં અકવાડા, તરસમીયા, નારી, રૂવા વિગેરેનો સમાવેશ થાય છે. પરંતુ નવાઇની બાબત એ છે કે આ ભળેલા પાંચે ગામોનું રેકર્ડ જે કોર્પોરેશનને સત્તાવાર સોંપાવું જોવે તેનો મોટો અભાવ છે. પરિણામે કોર્પોરેશનની કેટલીક કામગીરીમાં રૂકાવટો જોવા મળે છે. પાંચે ગામોનું રેકર્ડ મેળવવા સેવાસદન દ્વારા તજવીજ થતી હોવાની વાત કહેવાય રહી છે.

શિક્ષણ કમિટીના ચેરમેન બનવા સભ્યોની સેવાસદનમાં વધેલી ભારે દોડધામ

ભાવનગર મહાપાલિકા હસ્તકની નગર શિક્ષણ સમિતીના ચેરમેન ડે.ચેરમેનની જૂનમાં ચૂંટણી થનાર છે. આ માટે ચેરમેન બનવા શિક્ષણ સમિતિના કેટલાંક સભ્યો હવે સેવાસદનમાં નિયમિત આવતા થયા છે. અને નેતા પરેશ પંડ્યા અને મેયરને મળવા માટેની દોડધામ વધી રહી છે. તેમ સેવક વર્તુળ દ્વારા જાણવા મળેલ છે.

Previous articleરાણપુરમાં ઔદ્યોગિક એકમનું નળ કનેકશન કટ્ટ
Next articleતળાજાનાં સરતાનપર ગામે પ્રેમી યુગલનો સજોડે આપઘાત