બોલિવુડમાં હાલમાં બાયોપિક ફિલ્મોનો દોર ચાલી રહ્યો છે. હવે સુપરસ્ટાર સલમાન ખાન પણ બાયોપિક ફિલ્મ કરવા માટે આશાવાદી છે. તેનુ કહેવુ છે કે તે ઇતિહાસ પર આધારિત ચંગેજ ખાન પર બાયોપિક ફિલ્મ કરવાની ઇચ્છા ધરાવે છે. તેનુ કહેવુ છે કે અસલ લાઇફની જે પટકથા લોકપ્રિય છે તે પટકથાને લોકો જોવા માટે ઇચ્છુક છે. સલમાન ખાને હાલમાં વાતચીત દરમિયાન કહ્યુ હતુ કે કે તેની ઇચ્છા ચંગેજ ખાન પર બનનાર ફિલ્મમાં કામ કરવા માટેની છે.પોતાની આવનાર ફિલ્મ ભારતને લઇને સલમાન ખાને કેટલીક બાબતો રજૂ કરી હતી. હાલમાં હિસ્ટોરિકલ ફિલ્મો વધારે બની રહી છે. આવી સ્થિતીમાં શુ ઇચ્છા છે તે અંગે પુછવામાં આવતા સલમાન ખાને કહ્યુ હતુ કે જો તેને કોઇ ઇતિહાસ પરની ફિલ્મમાં કામ કરવાની તક મળશે તો તે તે ચંગેજ ખાનની લાઇફ પર બનનાર ફિલ્મમાં કામ કરવા પ્રયાસ કરશે. તમામ લોકો સારી રીતે જાણે છે કે ચંગેજ ખાન મુસ્લિમ સામ્રાજ્યને લગભગ નષ્ટ કરવામાં ભૂમિકા અદા કરી હતી. તે મંગોલ શાસક તરીકે છે. તે બૌધ્ધ ધર્મને પાળનાર હતો. ચંગેજ પોતાની સંગઠિત શક્તિ, બર્બરતા તેમજ સામ્રાજ્યના વિસ્તરણ માટે કુખ્યાત હતો. મંગોલિયાના લોકો ચંગેજ ખાનનુ નામ ખુબ માનથી લેતા હોય છે. ભારત દેશ સાથે તેના ભાવનાત્મક સંબંધ પણ હતા. એમ કહેવામાં આવે છે કે મહાભારત યુદ્ધના ગાળા દરમિયાન ભારતથી પલાયન કરનાર યાદવો સાથે તેમના પરિવારના સંબંધ હતા. ચંગેજ ખાનનો જન્મ ૧૧૬૨માં થયો હતો. એમ કહેવામાં આવે છે કે ચંગેજ ખાન પાસે ખુબ સંપત્તિ હતી. તેની ભારત ફિલ્મ પાંચમી જુનના દિવસે રજૂ કરવામાં આવનાર છે. જેને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે.