નવનિર્મિત સેશન્સ કોર્ટમાંથી ૬૪ નળની ચોરી, ચોર પકડાયો

2076

સામાન્ય રીતે લોકો કોર્ટમાં પોતાની મુદત અથવા સરકારી કામથી જતા હોય છે. પરંતુ, કારંજ પોલીસે એક એવા શખ્સની ધરપકડ કરી છે જે માત્ર ચોરી કરવા કોર્ટમાં જતો હતો, અને તેણે નવનિર્મિત કોર્ટમાંથી આશરે ૧૩ હજારની કિંમતના ૬૦થી વધુ નળની ચોરી કરી હતી. જોકે હવે ચોરીના નળ કોને વેચ્યા છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

રાણીપ ખાતે રહેતો મનુભાઈ દંતાણી ભદ્ર કોર્ટ એટલે કે નવનિર્મિત સિટી સેશન્સ કોર્ટમાંથી નળની ચોરી કરતા ઝડપાઇ ગયો. આરોપીએ ૬૪ નળની ચોરી કર્યા બાદ વેચી દીધા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીએ આશરે ૧૨ હજાર ૮૦૦ની કિંમતના નળ ચોરી કર્યા હતા, અને તે નળ ભંગારમાં વેચી દીધા હોવાનું કબૂલાત કરી છે.

આરોપી મનુ દંતાણીની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું કે, મનુભાઈ છેલ્લા ઘણા સમયથી બેકાર છે. અને પોતાની પોતે નશાના બંધાણી હોવાથી નશા નો સામાન ખરીદવા માટે નળ ચોરી કર્યા હતા. ઉપરાંત આરોપી કોર્ટમાં માત્ર ચોરી કરવાના ઇરાદે આવતો હોવાની કબુલાત આપી છે. પરંતુ કોર્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આરોપીની હરકત કેદ થઈ ગઈ અને આખરે તેને જેલના સળિયા પાછળ જવાનો વખત આવ્યો.

Previous article૧૨૦ કરોડના વિદ્યુતનગર કૌંભાડ કેસની તપાસ માટે સ્પેશિયલ ટીમ બનાવાઈ
Next articleપ્રાંતિજમાં અસામાજિક તત્ત્વોએ પાલિકાના કોમ્યુનિટી હોલમાં તોડફોડ કરી ઓઇલ નાખ્યું