અરુણાચલ પ્રદેશમાં ઉગ્રવાદીઓએ એક મોટા હુમલાને અંજામ આપ્યો છે. તિરપ જિલ્લામાં ઉગ્રવાદીઓએ હુમલો કરીને એનપીપીના ધારાસભ્ય સહિત ૧૧ લોકોની હત્યા કરી દીધી છે. આ હુમલામાં ધારાસભ્ય પીએસઓ (સુરક્ષા અધિકારી)ને પણ ગોળી વાગી છે અને સારવાર માટે તેમને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં તેમની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ધારાસભ્ય તિરંગ અબોહ અસમથી પોતાના વિધાનસાભા વિસ્તારમાં પાછા ફરી રહ્યાં હતાં. તેમની સાથે બે પીએસઓ અને અન્ય ચાર લોકો પણ હતા. સવારે લગભગ ૧૧ઃ૩૦ વાગ્યે બોગપાની પાસેથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન જ ઉગ્રવાદીઓએ ધારાસભ્યના કાફલાને નિશાન બનાવ્યો હતો. ઉગ્રવાદીઓએ ધારાસભ્યના કાફલાને નિશાન બનાવીને આડેધડ ગોળીબાર કર્યો હતો.
આ હુમલો સંદિગ્ધ નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડના નક્સલીઓ દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ એક નાગા વિદ્રોહી સમુહ છે.તાજેતરમાં જ ધારાસભ્ય તિરંગ અબો અબોહે એનપીપીની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડી હતી.
નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડના આતંકીઓ પર આ હત્યાકાંડનો આરોપ લગાવવામાં આવ્યો છે.
સમગ્ર ઘટના અંગે મેઘાલયના સીએમ કોનરાડ સંગમાએ નિંદા કરી છે. કોનરાડે કહ્યું કે અરુણાચલના ધારાસભ્ય તિરોંગ અબો અને તેના પરિવારની હત્યાના સમાચાર સાંભળી એનસીપી ખુબ જ સ્તબ્ધ અને દુખી છે. અમે આ હુમલાની નિંદા કરીએ છીએ અને ગૃહમંત્રી રાજનાથ સિંહ અને વડાપ્રધાન મોદી પાસે આ હુમલો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરીએ છીએ.