રાજુલાના આંગણે સૌ પ્રથમ જગતગુરૂ શંકરાચાર્ય કાશી વિશ્વનાથના સામૈયા ડા.વી.એ.ખુમાણ દ્વારા આયોજીત ધર્મ ઉત્સવમાં વિધ વિધ સંપ્રદાયના મહંતો, રાજકીય આગેવાનો સહિત ૫૦૦૦ ધર્મપ્રેમી જનતાએ ધર્મસભા મહાપ્રસાદનો લાભ લીધો હતો.
આજે રાજુલાના સૂર્ય ઉપાસક ડા.ખુમાણ દ્વારા આયોજીત ધર્મ ઉત્સવ માં શ્રી મઠ ધામ કાશી પીઠાશ્વર જગતગુરૂ રામનરેશાચાર્યજી રાજુલાના આંગણે સૌ પ્રથમ પધાર્યા જાણે રાજુલા કાશી બની ગયું હોય તેવો માહોલ સર્જાયો હતોે. વિશેષ રામાનુંજાચાર્ય પરંપરાના વિધ વિધ ધર્મની જાળવણી માટે ફાંટા કે જેમાં સ્વામી નારાયણ ભગવાનના ગુરૂ રામાનંદ સ્વામી અને રામાનંદસ્વામી ના ગુરૂભાઇ સ્વામી રામતીર્થ અને તેના ગુરૂ શ્રી રામાનુંજાચાર્ય તે રામાનુજાચાર્ય સનાતન ધર્મ નાતી જાતીના ભેદભાવ વગર આખી દુનિયામાં સ્થાપીત કર્યો તેવું જગતગુરૂ શંકરાચાર્ય આજે તેના આધ્યાત્મિક પ્રવચનમાં ખુલાસો કરતા વિધ વિધ હિન્દુ સંપ્રદાયોના સંતો તથા તેઓના હજારોની સંખ્યામાં ઉપસ્થિતિમાં અનુયાયીઓને જગતગુરૂએ મંત્ર મુગ્ધ કરી દીધા આ ભવ્યાતિભવ્ય ધર્મ ઉત્સવમાં રાજુલાના વિધ વિધ જ્ઞાતિ આગેવાનોએ જગતગુરૂને ભાવથી સન્માનિત કરવા સન્માન સમારોહનું ભવ્ય આયોજન થયું જેમાં સાંસદ નારણભાઇ કાછડીયા, કાઠી સમાજ પ્રમુખ પ્રતાપભાઇ વરૂ, ભીમબાપુ વડ, દાદબાપુ વરૂ, કાતર દરબાર, ભરતભાઇ બોરીચા, ઉદ્યોગ પતિ, પ્રતાપભાઇ મકવાણા, રવુભાઇ ખુમાણ, મહેન્દ્રબાઇ ધાખડા, વનરાજભાઇ વરૂ, વિરભદ્રભાઇ ડાભીયા, તેમજ બારોટ સમાજ અગ્રણી ભીખુભાઇ બારોટ, કિશોરભાઇ બારોટ, અમરૂભાઇ બારોટ, દેવકુભાઇ બારોટ, હરદાનભાઇ બારોટ તેમજ કોળી સમાજ અગ્રણી પુનાભાઇ ભીલ, બ્રહ્મસમાજ અગ્રણીઓ, મીસ્ત્રી સમાજ, મોચી સમાજ, પટેલ સમાજ, વેપારીઓ સહિત તમામ વિધ વિધ જ્ઞાતિ આગેવાનોએ જગતગુરૂનું સન્માન કર્યું હતું.