રાજુલા યુથ કોંગ્રેસ મહામંત્રી અશ્વિનભાઈ ખુમાણની પાસ કન્વીનર હાર્દિક પટેલ સાથે અતિ મહત્વની બેઠક યોજાઈ હતી. ગત ૯૮ વિધાનસભાની બેઠકની ચર્ચા કર્યા બાદ આગામી સમયમાં ખૂબ મોટી રણનીતિ ઘડાઈ નવા-જુનીના એંધાણ દેખાઈ રહ્યાં છે.
રાજુલા યુથ કોંગ્રેસ મહામંત્રી અશ્વિનભાઈ ખુમાણે પાસ કન્વીનર હાર્દિક પટેલ સાથે અતિ મહત્વની બેઠક યોજાઈ. જેમાં ગત વિધાનસભા ચૂંટણીમાં જે રણનીતિથી જિલ્લાભરની તમામ પાંચ ધારાસભ્યની બેઠકો હાંસલ કરાઈ તેવી જ રણનીતિથી રાજુલા, જાફરાબાદની નગરપાલિકાઓ તેમજ આગામી સાંસદ સુધીની રણનીતિઓ ઘડાઈ. જેમાં આગામી દિવસોમાં કઈક રાજકિય નવા-જુનીના એંધાણ દેખાઈ રહ્યાં છે. વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય નેતા નરેન્દ્રભાઈ મોદી વિરૂધ્ધના નિવેદનોથી હાર્દિક પટેલ પ્રવિણભાઈ તોગડીયાને તુરત જ મળવા પહોંચી ગયેલ. આ મોટા-મોટા રાજકિય સમીકરણો બદલાશે તેમાં શંકાને સ્થાન નથી.