આતંકવાદ વિરોધી દિવસ નીમીતે એસ.ઓ.જી. કચેરી ખાતે કાર્યક્રમ

614

આજ તારીખ ૨૧/૦૫/૨૦૧૯ ના દિવસને આતંકવાદ વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે. અને આ આતંકવાદ વિરોધી દિવસ નીમીતે લોકોના આતંકવાદ વિશે જાગૃતી લાવવા માટે એસ.ઓ.જી. કચેરી ખાતે શહેરની જુદી-જુદી સંસ્થાનો અને ખાસ કરીને શહેર/જીલ્લામાં ચાલતા પ્રાઇવેટ સીક્યુરીટી એજન્સીના સંચાલકો સાથે એસ.ઓ.જી. શાખાના પોલીસ ુીઇન્સ્પેકટર એસ.એન.બારોટની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.એસ.ત્રિવેદી તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્રારા મીટીંગ યોજી સુરક્ષા બાબતે વિવિધ મુદ્દાઓની ચર્ચાઓ કરી મીટીંગનું આયોજન કરવામાં આવેલ જેમા ભાવનગરમાં સીક્યુરીટી એજન્સીના આશરે ૩૦ જેટલા સંચાલકો હાજર રહેલ હતા. જેમા સીક્યુરીટી એજન્સીઓ તથા સીક્યુરીટી ગાર્ડે પોતાની ફરજ દરમ્યાન શુ-શુ કાળજી રાખવી અને કંઇ રીતે સુરક્ષા બાબતે શુ તકેદારી રાખવી તેવા વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવેલ હતી. અને એલર્ટના સમયે પોલીસ સાથે કંઇ રીતે સંકલન રાખી કામ કરવું તે સમજ કરવામાં આવેલ હેતી.

Previous articleવ્યાજખોરોનાં ત્રાસથી ભાવનગરનાં યુવાને વળાવડ રેલ્વે ફાટક પાસે આત્મહત્યા કરી
Next articleરાણપુરના નાગેનેશની સીમમાંથી ઈંગ્લીશ દારૂની રર પેટી ઝડપાઈ