દામનગર શહેરમાં ૨૧ નાળા તરીકે અનેકો સરનામાંથી પ્રસિધ્ધ એક સદી જૂનો પુલ ભૂતકાળ બનવા તરફ ગણતરીની કલાકોમાં દુરસ્ત થશે. શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડ દ્વારા એક સદી પૂર્વે નિર્માણ કરાયેલ અનેકો ઈતિહાસનો સાક્ષી પુલ ૬૦ મીટર લંબાઈ ૨૪ મીટર પહોળાઈ સાથે રૂપિયા ૩૫૦ લાખ ના ખર્ચે પુનઃ નિર્માણ થવા જઈ રહ્યો છે. ઢસા ગારીયાધાર હાઇવે ફોરલેન બનતા પૂર્વે નાળા નવીનીકરણ કાર્ય પુરજોશ શરૂ થવા જઈ રહ્યું છે . દામનગર શહેરમાં પ્રવેશતા જ આવતો અતિ ભવ્ય પુલ એક સદી કરતા વધુ સમયથી શહેરીજનોને હવન સબંધમાં ભાર ખમી ઉપરાંત વરસાદની ચલતા પાણીનો કુદરતી નજારો નિહાળતા શહેરી જનો માટે આગવી ઓળખ બની એકવીસનાળાના નામથી ખૂબ પ્રસિદ્ધ હતો આજે તા૨૧/૧થી અવર જવર બંધ થઈ અને ડાયવર્ઝન દામનગર ટેલિફોન એક્સસેંજ ઓફિસ પાસેથી ભગીરથ સોસાયટી પાછળથી હરિકૃષ્ણનગર પાણી પુરવઠા રોડ સાથે જોડી વાહન વ્યવહાર શરૂ કરાયેલ છે.