પાડરશીંગાના સામાન્ય ખેડૂત પરિવારના ભાયલાલ ભાઈ જાગાણી હાલ અંકલેશ્વરમાં દવા ઉત્પાદક ખૂબ નામ દામ કમાયા અને વાસ્તવિક સમસ્યાની સૂઝ ધરાવતા સંત સ્વામી સચ્ચીદાનંદના સંપર્કથી વિશ્વભરના અનેકો દેશમાં પ્રવાસ ખેડી વાસ્તવવાદી વિચારચરણીથી પોતાના ગામથી શરૂઆત કરી અશક્ત વૃદ્ધ નિરાધાર માટે સુંદર સંકુલ બનાવ્યું દાન ધર્મ પરોપકારની ખરી જરૂરિયાત ક્યાં છે માનવ સેવા માધવ સેવા છે જીવતા માનવને ગૌરવ પૂર્ણ જીવન કેમ આપી શકાય મનુષ્ય ઉચ્ચતર જીવન કેમ જીવી શકે તેવા ઉમદા વિચારો સાથે વિશાળ જગ્યા પર નિરાધાર આશ્રમ નિર્માણ કરાવ્યો નિરાધાર આશ્રમ માં પ્રવેશતાની સાથે જ નીરવ શાંતિ કુદરતી પ્રકૃતિ વન્યસંપદા પક્ષીનો મઘુર કલરવ અંતરઆત્માને કુદરતની સ્વંયમ હાજરીનો અહેસાસ કરાવતી જગ્યા નકળગ આશ્રમ પાડરશીંગા ગેબી પરંપરાના મહંત બાળકદાસ બાપુનો નામ જેવો જ સ્વભાવ ગરીબ ગુરબાઓ ભિક્ષુકને ભરપૂર ભોજન વૃદ્ધો માટે આહાર વિહારની ઉત્તમોત્તમ સુવિધાથી સજ્જ નિરાધાર આશ્રમ વર્તમાન સમયમાં ભાગદોડ વાળી જિંદગી વૃદ્ધોનું સુંદર લાલન પાલન સેવા શ્રુશુતા સાંપ્રત સમયની માંગને પારખી વગડામાં વસંત પ્રસરાવે છે. સ્વામી વૃધ્ધોની લાચાર સ્થિતિ દીકરા દીકરીઓ શહેરમાં વૃદ્ધોને નિર્વાહ માટે સામાન્ય રકમ આપી જવાબદારીમાંથી મુક્ત રહેતા સંતાનો ભવિષ્ય માટે શહેર જીવન જીવી રહ્યા છે ત્યારે વૃદ્ધોનું કોણ ? આવો વિચાર કરી ભાયલાલ જાગાણી એ ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં અદભુત વ્યવસ્થા ઉભી કરી નાના એવા પાડરશીંગામાં વાત્સલ્યના ઘેઘુર વડલા જેવી વિશાળ સંસ્થા દ્વારા આહાર વિહાર સાત્વિક ભોજન આનંદ પ્રમોદ કુદરતી વન્યસંપદા ધર્મ ધ્યાન સહિત તમામ સુવિધા સાથે નિરાધાર આશ્રમ બાંધી માનવતાનું વંદનીય કાર્ય કર્યું છે.