મથુરા લોકસભા સીટથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હેમા માલિની છે. હેમા માલિની વર્ષ ૨૦૦૪માં ભાજપમાં શામેલ થયા. હેમા માલિનીએ ગત ચૂંટણીમાં મથુરામાં જયંત ચૌધરીને ૩.૩૦ લાખથી વધારે વોટથી હરાવ્યા. ૨૦૧૯ના ચૂંટણીમાં ફરી પાર્ટીએ તેમને મૌકો આપ્યો છે. આઝમગઢના ભાજપ અધ્યક્ષ દિનેશ લાલ યાદવ નિરહુઆની કિસ્મત દાવ પર છે. આ પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છે. નિરહુઆ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપા પ્રમુખ અખિલેશ યાદવ વિરુદ્ઘ છે. ધર્મેન્દ્રના દિકરા સની દેઓલે પણ ભાજપની ટિકિટ પર ગુરદાસપુરમાંથી ચૂંટણી લડી રહ્યો છે. સની દેઓલના ચૂંટણી પ્રતારમાં તેમના નાના ભાઇ બૉબી દેઓલ અને પિતા ધર્મેન્દ્ર પણ જોવા મળ્યા. બૉબી સનીના નામાંકન દરમિયાન પણ આવ્યા હતા. ધમેન્દ્રએ રેલી સાથે સાથે ઇન્ટરવ્યૂ અને સોશ્યલ મીડિયા પર સતત સની દેઓલને સમર્થન કર્યુ છે. આ સીટ પર સની દેઓલની ટક્કર પજાંબના કોંગ્રેસ અધ્યક્ષ અને ગુરદાસપુરના સાસંદ સુનીલ જાખડની સાથે છે. લગભગ ૩ દાયકાથી ભાજપના દબદબો ધરાવતા ગોરખપુર ઉપચૂંટણીમાં સપા નેતા પ્રવીણ નિષાદની સીટ જતી રહી. આ વખતે ભાજપે ભોજપુરી અને બોલિવુડ સ્ટાર રવિ કિશનને ઉભા રાખ્યા છે, જ્યારે સપાથી રામભુઆલ નિષાદ ઉમેદવાર છે. રાજભુઆલ ભાજપને ટક્કર આપી રહ્યા છે. યોગીના ગઢ ગોરખપુર પર દેશની સાથે સાથે રવિ કિશનના ભવિષ્યનો નિર્ણય થશે. એક્ટ્રેસ જયા પ્રદા પોતાની બીજી ઇનિંગ રાજનીતિના મેદાનમાં રમી રહ્યા છે. ત્યારે ભાજપની ટિકિટ પર ઉત્તર પ્રદેશના રામપુરથી સપાના ફાયરબ્રાન્ડ નેચા અને મહાગઠબંધનના ઉમેદવાર આઝમ ખાન વિરુદ્ઘ ચૂંટણી લડી રહ્યા છે. ભોજપુરી સ્ટાર મનોજ તિવારી વર્ષ ૨૦૦૯માં સમાજવાદી પાર્ટીથી લોકસભા ચૂંટણી લડ્યા હતા. દિલ્હીમાં ઉત્તર પૂર્વી સીટ પર પૂર્વાચલી બહુલ સીટ માનવામાં આવે છે. ભાજપે ૨૦૧૪માં અહીંયાથી મનોજ તિવારીને ઉતાર્યા, તેમણે આપ પાર્ટીના ઉમેદવાર પ્રો આનંદ કુમારને લગભગ ૧.૨૫ લાખથી વધારે વોટથી હરાવ્યા હતા. ઉર્મિલા માતોંડકરે જ્યારથી રાજનીતિમાં પગલુ મૂક્યુ ત્યારથી ચર્ચામાં છે. ઉર્મિલા માતોંડકર કોંગ્રેસની સીટ પરથી ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ ઉર્મિલા માતોંડકરને ઉત્તરી મુંબઇ સીટના ઉમેદવાર બનાવ્યા છે. ઉર્મિલા ભાજપના સાસંદ ગોપાલ શેટ્ટીની સામે જીતશે કે નહીં તેનો નિર્ણય કાલે આવશે. ભાજપથી કોંગ્રેસમાં શામેલ શત્રુધ્ન સિન્હા પટના સાહિબથી ચૂંટણી લડી રહ્યા છે. શત્રુધ્નની ટક્કર ભાજપના રવિશંકર પ્રસાદની સાથે થશે. હરિયાણા પોલીસમાં ડ્ઢજીઁ પદ પર તૈનાત બોક્સર વિજેન્દ્ર સિંહ પણ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં આવ્યો છે. કોંગ્રેસે વિજેન્દ્ર સિંહને દક્ષિણ દિલ્હીથી પોતાનો ઉમેદવાર બનાવ્યો છે.
શત્રુધ્ન સિન્હાની પત્ની અને બોલિવુડ એક્ટ્રેસ પુનમ સિન્હા આ વખતે ચૂંટણી મેદાનમાં આવ્યા છે. પૂનમ સિન્હાએ સમાજવાદી પાર્ટીની લખનઉથી ટિકિટ આપી છે. ખાસ વાત છે કે, પૂનમ સિન્હાએ ચૂંટમઈ પ્રચારમાં તેમવા પતિ અને કોંગ્રેસના નેતા શત્રુધ્ન સિન્હા અને સોનાક્ષી સિન્હા શામેલ થયા હતા.
– ફતેહપુર સીકરી સીટથી ચૂંટણી મેદાનમાં કોંગ્રેસની ટિકિટ પર રાજ બબ્બર છે. રાજ બબ્બરન ટક્કર ભાજપના રાજકુમાર ચાહરની સાથે થશે. રાજ બબ્બર આ સીટ વર્ષ ૨૦૦૯માં મામૂલી મતથી હાર્યા હતા.