મહેસાણા તાલુકાના કડી તાલુકાના લ્હોર ગામે તાજેતરમાં જ ગામના દલિત યુવાનના લગ્નના વરઘોડા મામલે ભારે વિવાદ થવા ગયો હતો. જેમાં ગામના બિન દલિત સમાજે ગામમાંથી યુવાનના લગ્નના વરઘોડોને કાઢવા સહિત અનાજ પાણી ન આપવાથી સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જેના પગલે દલિત સમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારબાદ તંત્ર જાગ્યું હતું અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો હતો.
તે અનુસંધાને કડીના લ્હોર ગામના તમામ દલિતો તથા નવસર્જન ટ્રસ્ટ દ્વારા આ આભડછેટના બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દલિત સમાજ પર રાખવામાં આવતી ધ્રુણા અને સામાજિક બહિષ્કારનો ભોગ આવનારા સમયમાં ન થાય તે માટે ગામના દલિત વિસ્તારની પાસે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં કડી તાલુકાના લ્હોર ગામના લોકો મોટી સંખ્યામાં આ આભડછેટના બેસણામાં હાજર રહ્યા હતા.ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી લોકો અહીં ખાસ હાજરી આપીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ખાસ હાકલ કરવામાં આવી હતી અને પત્રિકા પણ વ્હેંચતી કરવામાં આવી હતી. જેમાં ૭૦ વર્ષ બાદ પણ બિનદલિત સમાજ દલિત સમાજ પર આભડછેટ રાખે છે તે દૂર કરીને સમાજીક સમરસતા આવે તેવા પ્રયાસ ટ્રસ્ટ સહિત ગામ અને દલિત પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં દલિત આગેવાનો પણ હાજર રહેવા ગયા હતા.