મહુવા શાળા નં. ૮માં યોજાયેલ વસંત બહાર સાંસ્કૃતિક કાર્યક્રમ

718
bvn2212018-1.jpg

મહુવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શેઠ મનજીભાઈ નથુભાઈ પ્રા.શાળા નં.-૮માં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલ ‘વસંત બહાર’ સાંસ્કૃતિક કાર્યક્રમ શાળાના સી.આર.સી. કો.ઓર્ડિનેટર રમેશભાઈ સેંતા, મહુવા બ્લોકના બ્લોક રિસોર્સ પર્સન નિલેશભાઈ ભાલરિયા તથા ચેતનભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ. શેઠ મનજીભાઈ નથુભાઈ ટ્રસ્ટના સાદિકભાઈ મરચન્ટે શાળાના કાર્યક્રમને શુભેચ્છા પાઠવેલ. કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાના વિજેતાઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવેલ. શાળાના આચાર્ય સુરમાભાઈ ખોખરિયાના માર્ગદર્શન નીચે શાળાના શિક્ષકો શિલ્પેશભાઈ વાળા, ગુલશનબેન હબીબાણી, રઝિયાબેન કાઝી, હિતેશભાઈ ગજ્જર, મનોજભાઈ ચૌહાણ તથા કૈલાસબેન પડિયાએ સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી માટે જહેમત ઉઠાવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રઝિયાબેન કાઝીએ કરેલ. કાર્યક્રમમાં એસ.એમ.સી.ના સભ્યો તથા બહોળી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડેલ. 

Previous articleપાડરશીંગાનો નકળંગ નિરાધાર આશ્રમ ગરીબો અને વૃધ્ધો માટે આર્શિવાદ સમાન
Next articleબરોડાના પત્રકાર મથુર ચૌહાણનો પુત્ર અલ્પેશ શિસ્ત જાળવવામાં શાળામાં પ્રથમ