ચાલુ સાલે ઓછા વરસાદના કારણે પશુઓને ઘાસચારો અને પાણી સમસ્યા લઇને સાંતલપુર તાલુકાની પ્રજાને હિજરત કરવાની ફરજ પડી છે.
સાંતલપુર તાલુકાના આંતરનેશ રાણીસર ગામોમાં પોતાને પણ પીવાનું પાણી ન મળતું હોવાથી પશુઓને પાણી ક્યાંથી લાવી પીવડાવુએ મોટો સવાલ ઉભો થયો છે.સાંતલપુરના આંતરનેસ માંથી ૩૦થી ૩૫ પરિવારો પોતાના પશુઓને લઈ હિજરત કરી ચૂક્યા છે.
સરકાર મોટા મોટા વાયદા કરે છે સરકાર દ્વારા અછત તો જાહેર કરવામાં આવી પણ આ તાલુકાના લોકોને પોતાના પશુઓ માટે પૂરતો ઘાસચારો પણ મળતો નથી આ તાલુકામાં ચાર ઘાસડેપો ખોલવામાં આવ્યા છે તે ઘાસડેપો પૂરતું ઘાસ હોતું નથી ઘાસ લેવા આવતા ખેડૂતો ઘાસ ન મળતા નારાજ થઈ ઘરે પરત ફરે છે આખરે કંટાળીને પોતાના પશુઓને લઈ હિજરત કરી ચૂક્યા છે.