શહેરના ફૂટપાથની નબળી કામગીરી : ભ્રષ્ટાચારની આશંકા

481

શહેરના મુખ્ય તેમજ આંતરિક માર્ગોની આસપાસ અવર જવર કરવા માટે ફુટપાથ બનાવવામાં આવી છે. ત્યારે સેક્ટર-૨૧માં બનેલી ફુટપાથમાં નબળી કામગીરી જણાઇ આવતી હોય તેમ બ્લોક ઉખડી જવા પામ્યાં છે. જેના પગલે અવર જવર કરતાં રાહતદારીઓને મુશ્કેલીનો સામનો કરીને પસાર થવું પડે છે.

રાજ્યના પાટનગરમાં વસવાટ કરતાં રહિશોની અવર જવરમાં સરળતાં મળી શકે અને અકસ્માતનો ભોગ ન બનવું પડે તે માટે તંત્ર દ્વારા મુખ્ય અને આંતરિક માર્ગોની આસપાસ ફુટપાથ બનાવવામાં આવી છે.

આ ફુટપાથની કામગીરીમાં યોગ્ય ગુણવતા જાળવવામાં આવી ન હોય તેમ ઠેકઠેકાણે છીંડા પડી ગયા છે. તો સેક્ટર-૨૧માં માઉન્ટ કાર્મેલ શાળા નજીક બનાવેલી ફુટપાથના બ્લોક ઉખડી જવાના કારણે અવર જવર કરતાં રાહદારીઓને હાલાકીનો સામનો કરીને પસાર થવું પડે છે.

તો બીજી તરફ બ્લોક નહીં હોવાના કારણે ઘણી વખત પસાર રાહદારીઓને ઠોકર વાગવાથી પડવાની પણ નોબત આવે છે અને ઇજાનો સામનો કરવો પડે છે.  ત્યારે આ પ્રકારે શહેરમાં ઘણી જગ્યાએ બ્લોક ઉખડી જવાના કારણે બિસ્માર બની જવાની સાથે સાથે જર્જરીત પણ થઇ જવાથી રાહદારીઓને અવર જવરમાં મુશ્કેલી પડતી હોય છે. તંત્ર દ્વારા ગુણવતા વગરની કામગીરી કરવામાં આવી હોય તેવું ઠેકઠેકાણે જોવા મળી રહ્યું છે.

Previous articleગાંધીનગરમાં મહાવીર સ્વામીની મૂર્તિમાં થયો ચમત્કાર, વિજ્ઞાનના માટે પણ કોટડારૂપ ઘટના
Next articleગાંધીનગર માટે મતગણતરી કેન્દ્ર પર તૈયારીઓ પૂર્ણ