ગાંધીનગર માટે મતગણતરી કેન્દ્ર પર તૈયારીઓ પૂર્ણ

521

 

લોકસભા બેઠક એવી ગાંધીનગર માટે ૨૩મીએ સેક્ટર-૧૫ની કોલેજમાં મતગણતરી થનાર છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચેની જંગના પરિણામને લઈને દેશભરની નજર ગાંધીનગર પર છે. ત્યારે સેક્ટર-૧૫ કોલેજ સ્થિત મતગણતરી કેન્દ્ર પર તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ, જિલ્લા કલેક્ટર દ્વારા કામગીરીની નિરિક્ષણ કરવામા આવ્યુ હતુ.

રાજ્યમાં રાજ્યની બીજા નંબરની સૌથી મોટી લોકસભા બેઠક એવી ગાંધીનગર માટે ૨૩મીએ સેક્ટર-૧૫ની કોલેજમાં મતગણતરી થનાર છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચેની જંગના પરિણામને લઈને દેશભરની નજર ગાંધીનગર પર છે. ત્યારે મતગણતરીના ૪૮ કલાક પહેલાં તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.

મતગણતરી કેન્દ્ર પરની વ્યવસ્થા અને સુરક્ષાની માહિતી આપતી પ્રેસ કોન્ફરન્સ કલેક્ટર એસ. કે. લાંગા અને એસપી મયૂર ચાવડા દ્વારા બોલાવામાં આવી હતી. એકંદરે માઈક્રોઈઓબ્ઝર્વર, નાયબ મામલતદાર અને પટ્ટાવાળા મળી કુલ ૧૨૦૦નો સ્ટાફ સેક્ટર-૧૫ કોલેજ ખાતે મતગણતરી કેન્દ્ર પર કાર્યરત રહેશે.

જિલ્લામાં પોસ્ટલ વોટિંગ માટે ૧૩૯૦૮ બેટેલ અને ૬૯૨ ઈલેક્ટ્રોનિક ટ્રાન્સમીટ પોસ્ટલ બેલેટ (ઈ્‌ઁમ્જી) મળી કુલ ૧૪,૬૦૦ બેલેટ મોકલાયા હતા. જેમાંથી ૨૦ મે સુધીમાં ૯૭૨૭ પોસ્ટલ બેલેટ અને ૩૭૨ ઈ્‌ઁમ્જી પરત મળ્યા છે.

મતગણતરી કેન્દ્ર પર સુરક્ષા અને પારદર્શિતા માટે સ્ટ્રોગ રૂમ ખાતે ૪૨ સીસીટીવી કેમેરા તથા મતગણતરી રૂમોમાં ૭૨ મળી કુલ ૧૧૪ સીસીટીવી લગાવાયા છે. આ સાથે જ મતગણતરી કેન્દ્ર પર ૧૮ વીડિયોગ્રાફર સતત વીડિયોગ્રાફી કરશે. જાહેર જનતા અને ઉમેદવારોના સમર્થકો પરિણામની વિગતો જોઈ શકે તે માટે સરકારી આટ્‌ર્સ કોલેજ સે-૧૫ના ગ્રાઉન્ડમાં પલ્બિક ડિસ્પ્લે મુકાશે. આ સાથે જ માઈક દ્વારા એનાઉન્સમેન્ટની વ્યવસ્થા કરાશે. તો ગ્રાઉન્ડમાં જ વાહન ર્પાકિંગની વ્યવસ્થા થઈ છે.

Previous articleશહેરના ફૂટપાથની નબળી કામગીરી : ભ્રષ્ટાચારની આશંકા
Next articleઘુડખર અભ્યારણમાં વન્ય પ્રાણીઓ માટે પાણી પીવા બનાવેલા હવાડા ખાલીખમ