વિપક્ષી પાર્ટીઓએ ઈવીએમ અને વીવીપેટને લઈને લગાવેલા આરોપોની વચ્ચે આજે ચૂંટણી પંચની બેઠક કરી. આ બેઠકમાં ચૂંટણી પંચ વીવીપેટ અને ઈવીએમના મતનો મેળવણી પર મહત્વનો નિર્ણય લેતાં વિપક્ષની ૫૦ ટકા મતોની માંગણીને ફગાવી દીધી છે.બુધવારે વિપક્ષી પાર્ટીઓને ચૂંટણી પંચે મોટો આંચકો આપ્યો છે. ચૂંટણી પંચે વીવીપેટ મેળવણીની તેમની માંગને ફગાવી દીધી છે.
જેમાં ૫૦ ટકા સ્લિપની મેળવણીની વાત કહેવામાં આવી રહી હતી. ચૂંટણી પંચે લાંબા મંથન બાદ કહ્યું છે કે વીવીપેટ સ્લિપની ગણતરીમાં કોઈ ફેરફાર નહીં થાય. જે પ્રકારે ગણતરી થતી હતી, તે પ્રમાણે જ થશે.
ઉલ્લેખનીય છે કે, વિપક્ષની અનેક પાર્ટીઓએ ચૂંટણી પંચ સામે રજૂઆત કરી હતી કે વીવીપેટની પચાસ ટકા સ્લિપની મેળવણી કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, આ માંગને લઈ મંગળવારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂની આગેવાનીમાં વિપક્ષના મોટા નેતઓએ ચૂંટણી પંચની મુલાકાત કરીને રજૂઆત કરી હતી.