જમ્મુના કુલગામમાં હિઝબુલના બે આતંકવાદી ઠાર

528

દક્ષિણ કાશ્મીરના બડગામના ચાડૂરા પાસે આવેલા ગોપાલપોરા-કુલગામમાં મંગળવારે રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલી અથડામણમાં બે આતંકીઓ માર્યા ગયાના સમાચાર પ્રાપ્ત થયા છે. બીજી બાજુ આતંકીઓએ પુલવામામાં એક બેન્ક બહાર સીઆરપીએફની ચોકી પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જોકે તેમાં હાલ કોઈ જાનહાનીની માહિતી મળી નથી. હજુ પણ અમુક આતંકીઓ આ વિસ્તારમાં છૂપાયા હોવાની માહિતી મળી છે. સુરક્ષાદળોએ આખા વિસ્તારને ઘેરીને તપાસ અભિયાન શરૂ કર્યું છે.પ્રાપ્ત વિગત પ્રમાણે સુરક્ષાદળોને માહિતી મળી હતી કે દક્ષિણ કાશ્મીરના ગોપાલપોરા-કુલગામ વિસ્તારમાં અમુક આતંકીઓ છૂપાયા છે. ગુપ્ત જાણકારી બાદ સુરક્ષાદળોએ ગોપાલપોરા અને કુલગામાના અનેક વિસ્તારોને ઘેરી લીધા હતા.

સુરક્ષાદળો તમામ ઘરની તપાસ કરી રહ્યા હોવાની ભાળ આતંકીઓને મળી ગઈ હતી. સુરક્ષાદળોને પોતાની તરફ આવતા જોઈને આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. ભારતીય જવાનોએ જવાબમાં ફાયરિંગ કર્યું હતું. બંને તરફથી થયેલા ગોળીબારમાં બે આતંકીઓનું મોત થયું છે. બુધવારે સવાર સુધી અથડામણ ચાલુ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં છૂપાયેલા અમુક આતંકીઓ સતત ફાયરિંગ કરી રહ્યા છે.

Previous articleવિપક્ષને ફટકો : વીવીપેટ-ઈવીએમ મેળવણી પહેલા કરવાની માંગ ચૂંટણી પંચે ફગાવી દિધી
Next articleયાદવ સામે ડીએ કેસને બંધ કરી દેવા સીબીઆઈ તૈયાર