તળાજાના બોરડા ગામે ર૧ ગામનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

1033
bvn1352017-3.jpg

બોરડા ગામે મામલતદાર, ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી, આરોગ્ય ટીમ ખેતીવાડી અધિકારી, ગ્રામ પંચાયત તથા સરપંચ રાજુભાઈ અને ટીમ સહિતના આગેવાનો દ્વારા સવારમાં ખુલ્લું મુકવામાં આવેલ. રેવન્યુ પુરવઠા વિભાગ, એટીવીટી, આરોગ્ય, આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ આરોગ્યને લગતી અને ખેડૂતોને લગતી તમામ કામગીરી કરવામાં આવેલ. આજુબાજુ ગામના લોકોએ અને બોરડા ગામની જનતાએ બહોળા પ્રમાણમાં હાજર રહી લાભ લીધો હતો. પંચાયતને લગતી પણ તમામ કામગીરી સ્થળ પર કરવામાં આવેલ. અમુક પ્રશ્નો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયતના તલાટી મંત્રીએ સુંદર કામગીરી કરેલ.

Previous article૨૧ જુન આં.રા. યોગ દિવસની ઉજવણી અંતર્ગત કાર્યવાહી કરાશે
Next articleબ્રહ્મપડકાર દ્વારા પરશુરામ ભગવાનની મહાઆરતીનું આયોજન