યાદવ સામે ડીએ કેસને બંધ કરી દેવા સીબીઆઈ તૈયાર

586

અપ્રમાણ સંપત્તિ કેસમાં આક્ષેપોનો સામનો કરી રહેલા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમસિંહ યાદવ અને અખિલેશ યાદવને ટૂંકમાં મોટી રાહત મળી શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ વચ્ચે સીબીઆઈએ સુપ્રીમ કોર્ટ પાસેથી યાદવ સામે અપ્રમાણ સંપત્તિ કેસને બંધ કરવા માટે પરવાનગી માંગી છે. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં સાફ શબ્દોમાં કહ્યું છે કે, મુલાયમસિંહ યાદવ અને પુત્ર અખિલેશ યાદવ તેમજ પરિવારના અન્ય સભ્યો સામે અપ્રમાણ સંપત્તિના આક્ષેપો સાબિત થઇ શકે તે પ્રકારના કોઇ પુરાવા માંગી રહ્યા નથી. કેસને બંધ કરવા માટે દરમિયાનગીરી કરવાની માંગ પણ કરવામાં આવી છે. આ કેસ વર્ષ ૨૦૧૭નો છે. તે વખતે એડવોકેટ વિશ્વનાથ ચતુર્વેદી અને અન્યો દ્વારા એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ત્યારબાદ આવા આક્ષેપોમાં તપાસ કરવા તપાસ સંસ્થાને આદેશ કર્યો હતો. ત્યારબાદ આ મામલામાં જે લોકો સામે તપાસ કરવામાં આવી હતી.

તેમાં મુલાયમસિંહ યાદવ, તેમના અન્ય પુત્ર પ્રતિક અને અખિલેશના પત્નિ ડિમ્પલ સામે પણ તપાસ કરવામાં આવી હતી ત્યારબાદથી આ કેસમાં અનેક પ્રકારના નવા વળાંક અને ટિ્‌વસ્ટ આવી રહ્યા હતા. રિવ્યુ દરમિયાન સુપ્રીમ કોર્ટે તપાસમાંથી ડિમ્પલને મુક્તિ આપી હતી. સાથે સાથે સીબીઆઈને કેન્દ્ર સરકારને સાથે રાખીને તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું. હવે તપાસમાં એવું જાણવા મળ્યું છે કે, કોઇ નોંધપાત્ર કડીઓ હાથ લાગી રહી નથી જેથી ઓક્ટોબર ૨૦૧૩માં સીવીસી સમક્ષ રિપોર્ટ સુપ્રત કરવામાં આવી ચુક્યો છે. સીબીઆઈએ ત્યારબાદ કહ્યું હતું કે, આ કેસને હવે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૦૦૭ના આ કેસમાં સીબીઆઈને કોઇપણ પ્રકારના પુરાવા આપ્યા નથી. આવી સ્થિતિમાં યાદવને રાહત થઇ છે.

Previous articleજમ્મુના કુલગામમાં હિઝબુલના બે આતંકવાદી ઠાર
Next articleRISET-2B મિશન અંતે સફળ