RISET-2B મિશન અંતે સફળ

903

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા ( ઇસરો)એ આજે સવારે વધુ એક ઐતિહાસિક સિદ્ધી હાંસલ કરી હતી. ઇસરોએ તેની યશકલગીમાં વધુ એક મોર પીછુ ઉમેરીને સવારમાં દરેક મોસમમાં કામ કરનાર રડાર ઇમેજિંગ ઉગર્હ આરઆઇસેટ-૨બીને સફળ રીતે લોંચ કરવામાં સફળતા હાંસલ કરી હતી. આશરે સાત વર્ષના લાંબા ગાળા બાદ ભારતે આ પ્રકારના બાજ નજર રાખી શકે તેવા સેટેલાઇટને સફળ રીતે લોંચ કરવામાં સફળતા મેળવી લીધી છે. આરઆઇસેટ-૨બીના સફળ લોન્ચિંગની સાથે જ ભારત હવે ખરાબ હવામાનની સ્થિતી રહેશે તો પણ દેશની અંદર , દુશ્મન દેશ અને ભારતીય સરહદ પર વધારે સારી રીતે નજર રાખી શકશે. ઇસરો દ્વારા આપવામા ંઆવેલી માહિતી મુજબ ભારત હવે ત્રાસવાદીઓ સામે વઘારે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડી શકશે. ભારત હવે પાકિસ્તાનમાં જે રીતે બાલાકોટમાં હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા તેવા હુમલાને વધુ સફળતાપૂર્વક પાર પાડી શકશે. બાલાકોટ એર સ્ટ્રાઇક જેવા અભિયાનના સરળતાથી ફોટો પણ પાડી શકે છે.

ઇસરોએ આજના મિશન અંગે માહિતી આપતા કહ્યુ હતુ કે પીએસએલવી-સી ૪૬ રોકેટના ૪૮મા અભિયાન અથવા તો મિશનના ભાગરૂપે સવારમાં પાંચ વાગે શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી આરાઇસેટ-૨બીને સફળ રીતે લોંચ કરવામાં સફળતા મળી હતી. આ ઉપગ્રહનુ વજન ૬૧૫ કિલોગ્રામ રહ્યુ છે.

આને લોંચ કરવામાં આવ્યાના ૧૫ મિનિટના ગાળામાં જ પૃથ્વીની નીચલી સપાટી પર છોડી દેવામાં આવતા ઉપસ્થિત ઇસરોના વૈજ્ઞાનિકોમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ. આરઆઇસેટ-૧ લોંચને રિસેટ-૨ના લોંચ પર પ્રાથમિકતા આપીને વર્ષ ૨૦૦૮માં મુંબઇના ત્રાસવાદી હુમલા બાદ ટાળી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આરઆઇસેટ-૨બીને સફળ રીતે લોંચ કરવામાં આવ્યા બાદ ઇસરો હવે બાજ નજર રાખી શકે તે પ્રકારના ઉપગ્રહોની એક ફોજ તૈયાર કરવા ઇચ્છુક છે. આના ભાગરૂપે આવનાર સમયમાં ઇસરો રીસેટ-૨બીઆર૧, ૨બીઆર૨, રીસેટ-૧એ અને વનબી, ૨બે સહિત કેટલાક ઉપગ્રહને લોંચ કરવાની ઇચ્છા ધરાવે છે. ઇસરોએ વર્ષ ૨૦૦૯થી ૨૦૧૨ વચ્ચેના ગાળામાં આવા કેટલાક ઉપગ્રહ લોચ કર્યા હતા. બે ઉપગ્રહ એ વખતે લોંચ કરવામાં આવ્યા હતા. આના બાદ હવે વર્ષ ૨૦૧૯માં જ ચારથી પાંચ આવા બાજ નજર રાખી શકે તેવા ઉપગ્રહ લોંચ કરવાની યોજના ધરાવે છે. નિષ્ણાંતોના કહેવા મુજબ પૃથ્વીની નીચલી સપાટી પર ચક્કર લગાવી રહેલા આ સેટેલાઇટની મદદથી ભારત દેશના દુશ્મનોની ગતિવિધી પર વધારે ચાંપતી નજર રાખી શકશે. આ સેટેલાઇટમાં એક્ટિવ સેન્સર લગાવી દેવામા ંઆવ્યા છે. આ ઉપગ્રહ પાંચ વર્ષ સુધી કામ કરનાર છે. હેવાલમાં દાવો કરવામાં આવ્યોછે કે તેના ૩૦૦ કિલોગ્રામ વજન ધરાવનાર ઇઝરાયેલ નિર્મિત સેટેલાઇટના સિન્થેટિક એપર્ચર રડાર દિન રાત કામ કરી શકવામાં સક્ષમ છે.અગાઉ અતિ આધુનિક ભુ અવલોકન ઉપગ્રહ રિસેટ-૨બીને શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી લોંચ કરવા માટેની તમામ તૈયારી કરી લેવામાં આવી હતી. આના માટે કાઉન્ટ ડાઉનની પ્રક્રિયા હાલમાં ચાલી રહી હતી. વિશ્વસનીય ધ્રુવીય ઉપગ્રહ લોંચ  યાન પીએસએલવી સી-૪૬ થી આને લોંચ કરવામાં આવ્યા બાદ આજે સવારે તમામ નિષ્ણાંતો અને ઇસરોના વૈજ્ઞાનિક ખુશીથી ઝુમી ઉઠ્યા હતા.   પીએસએલવી સી-૪૬ રિસેટ -૨ બી મિશન માટે કાઉન્ટ ડાઉનની પ્રક્રિયા આ વખતે ૨૫ કલાકની રાખવામાં આવી હતી. મંગળવારના દિવસે સવારે ૪.૨૭ વાગ્યા કાઉન્ટ ડાઉનની પ્રક્રિયા શરૂ કરવામા ંઆવી હતી. આ મિશન દરમિયાન રોકેટ રડાર ઇમેજિંગ ઉપગ્રહ રિસેટ -૨ને પૃથ્વીની ૫૫૭ કિલોમીટરવાળી પરિભ્રમણ કક્ષામાં સફળ રીતે સ્થાપિત કરવામાં આજે સફળતા મળી હતી. હવે વાદળો રહેશે તો પણ જમીન પર ચાંપતી નજર રાખી શકાશે. ઇસરોના તમામ વૈજ્ઞાનિકો અને અધિકારીઓ શ્રીહરિકોટા ખાતે પહોંચી ગયા હતા. હાલમાં ઇસરોએ એકપછી એક અનેક સફળતા મેળવી છે.

Previous articleયાદવ સામે ડીએ કેસને બંધ કરી દેવા સીબીઆઈ તૈયાર
Next articleલોકસભાની ચૂંટણીનું આજે પરિણામ